કોર્પોરેટર જયાબેન ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર તથા ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગર દ્વારા વોર્ડ નં.૧૩ના જરૂરિયાતમંદોને રાશન કિટ વિતરણ
લોકડાઉન શરૂ થયું ત્યારથી જ સેવાભાવી લોકો અને સંસ્થાઓ પોતાની રીતે શહેરના ગરીબ અને જરૂરીયાતમંદ લોકો સુધી જમવાનું કે રાશન કીટ પહોંચાડી રહ્યા છે ત્યારે વોર્ડ નં.૧૩ના કોર્પોરેટ જયાબેન ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર તથા ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગર દ્વારા પણ રાજકોટના વોર્ડ નં.૧૩ના જરૂરિયાતમંદો માટે અનોખો સેવાયજ્ઞ કરી રહ્યા છે.
ડાંગર પરિવાર દ્વારા જરૂરીલોકો માટે પોતાની ઘરેથી જ અનાજ કિટ બનાવી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. અનાજ કીટમાં ઘઉંનો લોટ, તેલ, ચોખા, મગદાળ, ખાંડ, ડુંગળી, બટેટા જેવી અનાજ કીટનું વિતરણ કરવામાં આવે છે. લોકડાઉનના પ્રથમ દિવસથી જ કોર્પોરેટર જયાબેન ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર તથા ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગર જરૂરિયાતમંદ લોકોની સેવામાં લાગી ગયા છે અને દિવસ રાત જોયા વગર સેવાકાર્ય કરી રહ્યા છે.
રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ મેયર બિનાબેન આચાર્યની ઉપસ્થિતમાં વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જયાબેન ડાંગર, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, કિરણબેન માંકડિયા દ્વારા હજારોની સંખ્યામાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું. હરીવાલા ડાંગર પરિવાર દ્વારા આ અદભુત સેવાયજ્ઞ ૪૫ દિવસથી એટલે કે લોકડાઉનની શરૂઆતથી જ કરવામાં આવી રહ્યો છે. આ સેવાયજ્ઞ ઉપરાંત લોકડાઉનને લીધે ઉદભવતા લોકોના નાના-મોટા જરૂરી પ્રશ્નોના નીવાકરણ માટે હંમેશા ડાંગર પરિવાર ખડેપગે રહે છે.