વિક્રમસિંહ જાડેજા, ચોટીલા:
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એકજ સ્થળ પર લોકોને સરકારી યોજનાઓના લાભો મળી રહે તેવા હેતુથી દરેક જિલ્લા,તાલુકા સહિત ગ્રામ્યવિસ્તારોમાં સેવાસેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ચોટીલાના પિયાવા ગામે પણ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. 11 જેટલા ગામડાઓના 500 જેટલા લોકોને સરકારી યોજનાનો લાભ એકજ સ્થળ પરથી મળ્યો છે.
ચોટીલાના પિયાવા, ભીમોરા, સણોસરા,પાંચવડા સહિતના કુલ 11 જેટલા ગામના આશરે 470થી વધુ લોકોને રેશનકાર્ડ, આધારકાર્ડ, જન્મ મરણના દાખલા સહિતની અનેક સરકારી યોજના અંગેના કામકાજો એકજ સ્થળ પર કરી આપવામાં આવ્યા હતા. અનેક કામ એક જ સ્થળ પર થઈ જતાં લોકોને મોટી રાહત મળી છે.
આ સેવાસેતુ કાર્યક્રમને પ્રાંત અધિકારી આર.બી.અંગારીએ ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે ચોટીલા મામલતદાર એસ.બી.દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી વી.આર.બારોટ, નાયબ મામલતદાર જે.ડી.ચિહ્નલા સહિતના અધિકારીઓની હાજરીમાં બહોળી સંખ્યામાં લોકોએ આ સેવાસેતુ કાર્યક્રમમાં ભાગ લીધો હતો..