ગાંધીધામ: રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ સરકારી સેવાઓને નાગરીકો માટે સુગમ અને ઝડપી બનાવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં તા.17 સપ્ટેમ્બરથી 31 ઓકટોબર સુધી 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમો આયોજીત થઈ રહ્યાં છે. આ અનુસંધાને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાની ગાંધીધામ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે મુજબ ગાંધીધામ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં.1, 2 અને 10 ના દશમા તબ્બકાનો પ્રથમ “સેવા સેતુ” કાર્યક્રમ અંતર્ગત આદિપુર લોહાણા મહાજન સમાજવાડી, આદિપુર-કચ્છ મધ્યે રાખવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં ગાંધીધામ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય માલતી મહેશ્વરી, ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ તેજસ શેઠ, ઉપપ્રમુખ દિવ્યા નાથાણી, ગાંધીધામ શહેર ભા.જ.પા.ના મહામંત્રી મહેન્દ્ર જુણેજા, નગરપાલિકાના સાશક પક્ષના નેતા ભરત મિરાણી, નગરપાલિકાના દંડક અનિતાબેન દક્ષીણી, વોંડ નં.1,2 અને 10ના ચુંટાયેલા સદસ્યો મહેશભાઈ ગઢવી, મનોજભાઈ મુલચંદાણી, વિજયસિંહ જાડેજા, ભરતભાઈ પ્રજાપતિ, લિનાબેન ધારક, લક્ષ્મીબેન આહિર, ભચીબેન મહેશ્વરી તેમજ નગરપાલિકાના અન્ય સદસ્યો પુનિતભાઈ દુધરેજીયા, કમલેશભાઈ પરિયાણી, કમલભાઈ શર્મા, રામભાઈ માતંગ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારે મહાનુભાવોની હાજરીમાં તેમજ નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજયકુમાર રામાનુજ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિનેશ સુતરીયા, નાયબ મામલતદાર વાવીયા તથા વહીવટી તંત્ર ના જુદા જુદા વિભાગોના અધિકારીઓ/પ્રતિનિધીઓની હાજરીમાં નાગરીકોને જુદી જુદી કામગીરી માટેના ત્વરીત લાભ મળી રહે તે હેતુથી અરજીઓ સ્વીકારવામાં આવી. જેમાં જુદી જુદી કચેરીઓને લગતી કુલ-295 અરજીઓ મળી હતી. જેમાંથી આ સેવા સેતુ કાર્યક્રમમાં તમામ અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો
ભારતી માખીજાણી