જામનગર મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. તેમજ શહેરના રહેવાસીઓને ઘરઆંગણે રકારી યોજનાઓનો લાભ મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના મેયર વિનોદ ખિમસૂર્યાએ દીપ પ્રગટ્ય કરી પ્રારંભ કરાવ્યો હતો. તેમજ ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મનપા કમિશનર સહિતમાં વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં નાગરિકોને આધાર કાર્ડ, રાશન કાર્ડ, જન્મ-મરણ નોંધણી, વિવિધ પ્રમાણપત્રો જેવી સેવાઓ સહીત વિવિધ સરકારી યોજનાઓની માહિતી નાગરિકોને આપવામાં આવી હતી. તેમજ લોકોને તેમના કામનું સ્થળ પર જ નિરાકરણ મળે તે માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.
ત્યારે બે દિવસીય કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર લોકોએ આ કાર્યક્રમની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોથી સામાન્ય લોકોને ઘણી સુવિધા થાય છે. તેમજ મહાનગરપાલિકા દ્વારા આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે તેવી માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી.
આ સાથે કાર્યક્રમમાં મેયર વિનોદ ખિમસૂર્યાએ જણાવ્યું હતું કે, શહેરના નાગરિકોને સરળતાથી સરકારી સેવાઓ મળી રહે તે માટે મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. સેવા સેતુ કાર્યક્રમ આ દિશામાં એક મહત્વનું પગલું છે. આગામી દિવસોમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
સાગર સંઘાણી