- બાલાજી વેફર્સના ચંદુભાઇ વિરાણી, જાણીતા ખગોળશાસ્ત્રી ડો.જે.જે. રાવલ,
- કવિ-લેખક ડો.નીતિન વડગામા અને સેવાક્ષેત્રનાં અગ્રણી મયુરભાઇ શાહનું કરાયું સન્માન
સેવાનગરી રાજકોટના આંગણે ભારતભામાશા જાણીતા દાનવીર સ્વ.દીપચંદભાઈ ગારડીની પુણ્યસ્મૃતિમાં રાજકોટ-સૌરાષ્ટ્રના શિક્ષણ – આરોગ્ય – સેવા – વિજ્ઞાન – સાહિત્ય – ઉદ્યોગ સહિતના ક્ષેત્રના છ સેવારત્નોની પોતાના ક્ષેત્રમાં તેઓએ આપેલ અતુલ્ય અને અમુલ્ય યોગદાનને બિરદાવવાના ભાગરૂપે ગારડી એવોર્ડથી સન્માનિત કરવાનો ગારડી એવોર્ડ સમારોહ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો.કમલભાઈ ડોડીયાની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર હાઇસ્કુલના વિજયભાઈ ધોળકીયા ઓડીટોરીયમમાં ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવેલ. આ પ્રસંગે શહેરના ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા, ડો.દર્શિતા શાહ, શહેરના જાણીતા બિલ્ડરો દિલીપભાઈ લાડાણી, જોલીભાઈ હાલાણી, ધીરૂભાઈ રોકડ, જાણીતા ઉદ્યોગપતિ વલ્લભભાઈ સતાણી, પ્રતાપભાઈ પટેલ, રાજુભાઈ કાલરીયા, અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના સ્થાપક મુકેશભાઈ દોશીએ સંસ્થા પરિચય, વહાલુડીના વિવાહ અને ગારડી એવોર્ડની માહિતી આપતા જણાવેલ કે ગારડી એવોર્ડએ સામાજીક ક્ષેત્રે અને સેવાની જ્યોતને બહોળા પ્રકાશથી પ્રજ્વલિત રાખવા માટેનું દીવેલ જેવું કામ કરે છે. સંસ્થા દ્વારા છેલ્લા 13 વર્ષથી પ્રતિ વર્ષ સ્વ.દીપચંદભાઈ ગારડીની પુણ્યસ્મૃતિમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના સેવારત્નોમાંથી ચૂંટી કાઢેલા પ્રતિભાશાળી લોકોને તેઓના પ્રેરણાદાયી કાર્ય માટે ગારડી એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.
સતત 14 માં વર્ષે યોજાયેલ ગારડી એવોર્ડ સમારંભમાં શહેરના મોટા ગજાના ઉદ્યોગપતિ બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણી, સૌરાષ્ટ્રના પનોતા પુત્ર જાણીતા ખગોળશાસ્ત્રી ડો. જે.જે.રાવલ, કવિ-લેખક-વિવેચક ડો.નીતિનભાઈ વડગામા, જૈન શ્રેષ્ઠી અને સેવાક્ષેત્રમાં ત્રણ દાયકાથી વધુ સમયથી કાર્યરત મયુરભાઈ શાહ, તેમજ સંસ્થાકીય ગારડી એવોર્ડ શહેરના પાંચ દાયકાથી વધુ સમયથી સૌરાષ્ટ્ર-કચ્છના કેન્સરના દર્દીઓ માટે કાર્યરત રાજકોટ કેન્સર સોસાયટીને તેમજ શિક્ષણના ક્ષેત્રમાં શિક્ષણ ઉપરાંત સમાજકલ્યાણનું ઉમદા કાર્ય કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનને સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના હસ્તે કુમકુમ તિલક કરી ખેસ તેમજ સુતરની આંટી પહેરાવી, શ્રીફળ સાકરનો પડો, પુસ્તક, શિલ્ડ તેમજ સન્માનપત્ર આપી અને શાલ ઓઢાડીને ભાતીગળ તેમજ પરંપરાગત સન્માન કરવામાં આવેલ.
ગારડી એવોર્ડ સમારોહની સાથે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ પરિવારના ઘર દીવડાઓ યુવા ઉદ્યોગપતિ કિરીટભાઈ આદ્રોજાને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા બ્રિટીશ પાર્લામેન્ટમાં યોજાયેલ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ એક્સેલન્સી એવોર્ડ મળવા બદલ અને જાણીતા ઇન્ટીરીયર ડીઝાઇનર હરેશભાઈ પરસાણાને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે પસંદ થતા બંનેનું પણ સન્માન-અભિવાદન કરવામાં આવેલ.
ગારડી એવોર્ડના આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં પંચનાથ હોસ્પિટલના ટ્રસ્ટી દેવાંગભાઈ માંકડ, કે.ટી.હેમાણી, ગોવિંદભાઈ ફૂલવાળા પ્રવીણભાઈ નિમાવત, વી.ડી.વઘાસીયા, કૌશિક સિંધવ, કિશોરભાઈ રાઠોડ, હર્ષદ દવે, નટવર આહલપરા, ધર્મેન્દ્રસિંહ રાઠોડ, ગીરીશભાઈ કડવાણી, આર.પી.જોષી, સત્કર્મ સેવા સમિતિ અને હળવદ મિત્ર મંડળના પ્રતિનિધિઓ પ્રવીણભાઈ ગજ્જર, અનિલભાઈ દાસાણી, દીપકભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન અનુપમ દોશી અને મુકેશ દોશીએ કરેલ કાર્યક્રમના અંતમાં આભારવિધિ કિરીટભાઈ આદ્રોજાએ કરી હતી. કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના મુકેશ દોશીના માર્ગદર્શન હેઠળ અનુપમ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના, ગીતાબેન વોરા, અલ્કાબેન પારેખ, જીજ્ઞેશ પુરોહિત, પંકજ રૂપારેલીયા, જયેન્દ્રભાઈ મહેતા, નૈષધભાઈ વોરા, મિહિર ગોંડલીયા, કોમુ માજી, પરિમલ જોષી કાર્યરત રહેલ.