૧૫૬૭ ચેક રિટર્નના કેસનો નિકાલ: ૯૧૭૨ કેસમાંથી ૩૫૯૬માં સમાધાન થયું
રાષ્ટ્રીય મેગા લોક અદાલતમાં વિવિધ પ્રકારના ૯૧૭૨ કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં પ્રિ-લીટીગેશન મળી ૩૫૯૬ કેસોનો સમાધાનકારી નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ અકસ્માત વળતરમાં રૂ.૬.૫૯ કરોડ જેટલી રકમનું વળતર ચુકવવામાં આવ્યું છે.
વધુમાં રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન રાષ્ટ્રીય કાનુની સેવા સતા મંડળ ન્યુ દિલ્હીના આદેશથી સમગ્ર રાષ્ટ્રમાં કરવાના ભાગરૂપે રાજય કાનુનીસેવા સતામંડળ અને હાઈકોર્ટના ઉપક્રમે રાજકોટ જિલ્લા કાનુની સેવા સતામંડળ અનેડિસ્ટરીકટ એન્ડ સેશન્સ જજ કુ.ગીતાગોપી મેડમના માર્ગદર્શન હેઠળ તા.૮ને શનિવારના રોજયોજાયેલી લોકઅદાલતને જજ ગીતાગોપીએ દિપ પ્રાગટય કરી ખુલ્લી મુકી હતી. આ તકે એડીશનલજજ વી.વી.પરમાર અને પી.કે. સતિષકુમાર સહિતના જજીસો તથા બારના પ્રમુખ અનિલભાઈ દેસાઈઅને એમ.એ.સી.પી.ના પ્રમુખ કે.જે.ત્રિવેદી સહિત સિનિયર જુનિયર એડવોકેટ ઉપસ્થિત રહ્યા હતા.
લોક અદાલતના દિવસે વિવિધ પ્રકારના પેન્ડીંગ કેસો તથાપ્રિ-લીટીગ્રેશન કેસો મળી કુલ ૯૧૭૨ કેસો હાથ પર લેવામાં આવેલ. જેમાંથી મોટરઅકસ્માત વળતરના ૧૮૪ કેસોનો સમાધાનરાહે નિકાલ કરી રૂ.૬.૫૯,૮૦,૬૯૯/- રકમનુંસમાધાન થયેલ તેમજ ચેક રીટર્નના ૧૫૬૭ કેસોનો અને લગ્નવિષયક ૧૬૦ કેસો મળી ૩૫૩૯ પેન્ડીંગકેસો તથા ૫૭ પ્રિ-લિટીગેશન કેસો મળી કુલ ૩૫૯૬ કેસોનો નિકાલ થયેલો છે. તેમ જિલ્લાકાનુની સેવા સતા મંડળના સચિવ એચ. વી. જોટાણીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.