‘જેલ’માં તબદલી થયેલી રિયાધની રિત્ઝ કાર્લટોન હોટલમાંથી તમામ અટકાયતીઓ હવે મુકત
સાઉન્દી અરેબિયામાં ભ્રષ્ટાચારી લોકોએ ૬.૫૦ લાખ કરોડના ‘સેટલમેંટ’ કર્યુ છે.
જી હા, આરબના ઇતિહાસના સૌથી મોટા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનું કેંદ્ર બનેલી રિત્ઝ કાર્લટોન હોટલ હવે ખાલી થઇ ગઇ છે. સાઉદી અધિકારીના જણાવ્યા અનુસાર ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં ઇન્ટરોગેશન સેંટર તરીકે ઉપયોગમાં લેવાયેલી આ હોટલમાં રખાયેલા તમામ અટકાયતીઓને છોડી મૂકાયા છે.
તેનો અર્થ એ થઇ રહ્યો છે કે ૧૦૦ અબજ ડોલર કરતા વધુની કાળી સંપતિ જપ્ત કરવાના લક્ષ્યાંક સાથે કામ કરી રહેલા તપાસ કર્તાઓ દ્વારા અટકાયતમાં લેવાયેલા ડઝનો ટોચના અધિકારીઓ અને બિજનેસમેનના ૩ માસ જૂના પ્રકારણનો અંત આવી ગયો છે. કેમ કે ભ્રષ્ટાચારી લોકોએ ૬.૫૦ લાખ કરોડ રૂ માં ‘સેટલમેંટ’કર્યુ છે !!!
સત્તાવાળાઓ સાથે નાણાકીય સમાધાન એટલે કે સેટલમેંટ કરવા મોટાભાગના અટકાયતીઓ- ભ્રષ્ટ્રાચારીઓ સંમત થઇ ગયા હતા. હવે ૯૦ અટકાયતીઓ પરથી ભ્રષ્ટાચારના આરોપો પડતા મૂકાયા પછી તેમને મુકત કરી દેવાયા છે. જયારે હજુ ૬૫ લોકો સતાવાળાની કસ્ટડીમાં છે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે સાઉદી સલ્તનતને હચમચાવી દેનારા ભ્રષ્ટાચારના આ મામલામાં રાજધરાનાના પ્રિન્સ અલવિદ અને ન્યુઝ ચેનલ એમ.બી.સી. ના માલિક ખાલીદ અલ ઇબ્રાહીમની પણ અટકાયત કરાઇ હતી. જો કે ‘સેલટમેંટ’ બાદ હવે તેઓ મુકત છે.
હવે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ સિટીની સેવન સ્ટાર હોટલ રિત્ઝ કાર્લટોનમાં એક પણ અટકાયતી નથી. તેમને ત્યાં નજરકેદ રખાયા હતા. આ સિવાય બાકીના ૬૫ ભ્રષ્ટાચારી આરોપીઓને અન્ય ઠેકાણા પર અટકાયત કરીને રખાયા છે. આ ૬૫ લોકોમાં સાઉદીના તેલના કૂવાના માલિકો બ્રોડકાસ્ટિંગ એજન્સીના આકાઓ વિગેરે હાઇ પ્રોફાઇલ લોકો સામેલ છે.