કાલે મળનારી સિન્ડીકેટની બેઠકમાં વિર્દ્યાીઓની જરૂરીયાત સંતોષાશે કે લાગવગીયાની?

થેલેસેમીયા રોગ સામેની ઝુંબેશમાં યુનિવર્સિટી વામણુ પુરવાર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતીકાલે સિન્ડીકેટની બેઠક મળવા જઈ રહી છે. જેમાં નવી કોલેજો અને અભ્યાસક્રમને મંજૂરી માટેના મહત્વના નિર્ણયો લેવામાં આવશે. અગાઉ નીડ કમીટીની બેઠક મળી હતી જેમાં ૭ કોલેજો શરૂ કરવા માટે કમીટી સમક્ષ દરખાસ્ત આવી હતી. જ્યારે ૪૮ કોલેજો એવી છે કે, જેમની પાસે ૫ એકરની જમીન ની છતાં નવા કોર્ષ શરૂ કરવા મંજૂરી માંગી છે. જો કે હાલની યુનિવર્સિટીમાં એ ચર્ચાએ જોર પકડયું છે કે, નવી કોલેજોની મંજૂરીને લઈને સિન્ડીકેટમાં શેટીંગ શે. આવતીકાલે મળનારી સિન્ડીકેટની બેઠકમાં વિર્દ્યાીઓની જરૂરીયાત સંતોષાશે કે લાગવગીયાઓની તે જવાનું રહેશે. યુનિવર્સિટીમાં  ેલેસેમીયા રોગ સામેની ઝુંબેશમાં પણ યુનિવર્સિટી વામણુ પુરવાર યું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે, દર વર્ષે વિર્દ્યાી અને વિર્દ્યાનિીઓનો ેલેસેમીયા ટેસ્ટ કરાવવો જરૂરી હોય છે પરંતુ યુનિવર્સિટી કે સંલગ્ન કોલેજોમાં ેલેસેમીયા ટેસ્ટ ન તું હોય તેવું જાણવા મળ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ૭ નવી કોલેજોની મંજૂરી માટેની જે દરખાસ્ત આવી હતી જેમાં પી.ડી.માલવીયા ટ્રસ્ટની સંસ્કૃતિ શિક્ષણ સમાજ બીબીએ કોલેજ, ધ્રાંગધ્રા સાંસ્કૃતિક એજ્યુકેશન સોસાયટીની બીએસસી કોલેજ, જામનગરમાં કલ્યાણર્તી એજ્યુકેશન ટ્રસ્ટની ડીએસસી કોલેજ, રાજકોટની બી.કે.કામદાર બીએસસી કોલેજ, જામકંડોરણાની પટેલ કેળવણી મંડળની બીએ-બી.કોમ કોલેજ, અમરેલીમાં યુગ નિર્માણ ગાયત્રી પરિવારની બીએ-બી.કોમ અને વાંકાનેરની ક્રિએટીવ એજ્યુકેશન ટ્રસ્યની બી-કોમની કોલેજોની શરૂ કરવાની ભલામણ આવી હતી. યુનિવર્સિટી દ્વારા અગાઉની સિન્ડીકેટમાં ૫ એકર જમીન ન ધરાવતી ૪૮ કોલેજોએ પણ નવા અભ્યાસક્રમો માટે મંજૂરી માંગી છે. દરમિયાન ચાર નવી કોલેજો શરૂ કરવા અને સંલગ્ન કોલેજોમાં ચાર નવા કોર્ષ શરૂ કરવા માટે પણ અરજી આવી છે. આમ કુલ ૭ નવી કોલેજો સહિત ૯૧ જેટલા નવા અભ્યાસક્રમ માટેની મંજૂરીની મહોર મારવા દરખાસ્ત આવી છે. જેનો નિર્ણય કાલની સિન્ડીકેટની બેઠકમાં કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપ કુલપતિ ડો.વિજય દેસાણીએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, આવતીકાલે મળનારી સિન્ડીકેટની બેઠકમાં જે તે કોલેજોની મંજૂરી તેમજ અભ્યાસક્રમની વિશેષ ચર્ચા કર્યા બાદ જ મંજૂરી આપવામાં આવશે. બીએ અને બીકોમની કોલેજો અને અભ્યાસક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે. તેમજ જે તે કોલેજને મંજૂરી આપવામાં આવશે તે કોલેજોને પણ આવતા નવા સત્રી કોલેજ શરૂ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.