ચોટીલામાં ચોરીની ઘટના બની હતી. જ્યાં શેઠને બહાર જવાનું કહીને 1 લાખ 89 હજારની ચોરી કરી હતી. આ ચોરી કરનારને ચોટીલા પોલીસે ગણત્રરીના કલાકો માં ઝડપી લીધો.સોનાના ઘરેણાં,સોનાની ઘડિયાળ સહિત રોકડ રકમ અને બેંકનું એ.ટી.એમ કાર્ડ સહિતનો મુદામાલ ઝપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ આ ઘટના ચોટીલાના દેવસર ગામની છે જ્યાં સિલિકાના કારખાનેદાર સીસોદીયા મેર ખીમાભાઈ ભીમાભાઈને ત્યાં આદિપુરનો રહેવાસી વીરેન ચન્દ્રકાંતભાઈ દોશી શનિવારના રોજ વે બ્રિજ ના કામ પરથી બહાનું કાઢીને ચોરી કરી હતી. શેઢનું બાઈક લઈને શેઠના ઘરે જઈને શેઠ ના પત્ની પાસે ખોટું બોલીને શેઠને કોઈ કામ અર્થે બહાર જવાનું છે તો તેમની સોનાની રુદ્રાક્ષની માળા,બે વિટી,ઘડિયાળ અને બે શેઠના મોબાઈલ તેમજ એ.ટી.એમ.કાર્ડ લઈને ચોરી કરવાના ઈરાદે નાશી છૂટ્યો હતો.
એ.ટી.એમ.કાર્ડમાંથી 40,000 રૂપિયા પણ ઉપાડી લઈને કુલ રૂ,1 લાખ 89 ના મતા ની ચોરીની ફરિયાદ ભોગ બનનાર શેઠે નોંધાવી હતી આ ફરિયાદ ને લઈને ચોટીલા પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.કે.ગોસાઈ સહિત પોલીસ ટિમ આરોપીનું લોકેશન મેળવી કચ્છ ના આદિપુર ખાતે પકડી પાડી ઉઠાંતરી કરેલ મુદામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…