ડાક વિભાગ દ્વારા શેઠ હાઈસ્કુલ ખાતે બાળકોને પૈસાનું મહત્વ સમજાવવા સેમિનાર યોજાયો

બચતને સંકટ સમયની મહામૂલી પૂંજી ગણવામાં આવે છે.ત્યારે નાના-બાળકોને નાનપણથી જ બચત વિશે સમજાવવામાં આવે તો ભવિષ્યમાં તેઓ પૈસા વેડફે નહી અને બચત કરી શકે તેવા ઉમદા વિચાર સાથે રાજકોટમાં ભારતીય ડાક વિભાગ દ્વારા સૌ પ્રથમ વખત પી.એન્ડ. ટી.વી. શેઠ હાઈસ્કુલ ખાતે બચત ખાતા ખોલવા અને બાળકોને બચત વિશે માહિતગાર કરતા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. પી.એન્ડ.ટી.વી. શેઠ હાઈસ્કુલનાં 300થી વધુ બાળકોએ પોસ્ટમાં પોતાનું બચત ખાતું ખોલાવેલ છે. અને બચત કરવી તે કેટલી જરૂરી છે.તે અંગે માર્ગદર્શન મેળવ્યું હતુ.

બાળકો બચત કરતા શીખે એ માટે સેમિનાર યોજાયો: પ્રિન્સીપાલ તુષાર પંડયા

અબતક સાથેની વાતચિત દરમિયાન પી.એન્ડ.ટી.વી. શેઠ હાઈસ્કુલના પ્રિન્સીપાલ તુષાર પંડયાએ જણાવ્યું હતુ કે, અમારી શાળામાં વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ માટે બેંક અકાઉન્ટ ખોલાવવામાં આવતાં આ વખતે પોસ્ટ ઓફિસના કર્મચારીએ મુલાકાત લીધી અને તેમને જણાવ્યું કે બાળકો બચત કરતા શિખે તે માટે સેમિનાર કરીએ અને બાળકોનાં બચત ખાતા ખોલાવીએ મોટો ફાયદો એ હતો કે પોષ્ટ ઓફીસના કર્મચારી અમારી શાળાએ આવ્યા બાળકો પર છોડીએ તો તેઓ ત્યાં જતા નથી.

અમારી શાળામાંથી 80% જેટલા વિદ્યાર્થીઓના પોસ્ટનું એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને એ પણ શિખવા મળ્યું છે કે પૈસા બચાવવા જરૂરી છે. જનરલી એવું બનતું હોય કે પોતાની પાસે પૈસા હોય તો તે વાપરી નાખે. બચત કયં કરવી તે ક્ધસેપ્ટ ન હતો અમારો મુખ્ય હેતુ એ હતો કે વિદ્યાર્થીઓ બચત કરતા શીખે. કોરોના સમયમાં અનેક પરિવારોને આર્થિક રીતે મુશ્કેલી પડી હતી. તો વિદ્યાર્થીઓ શિખે કે બચત કેટલી જરૂરી છે.

ભવિષ્યમાં કોઈ એવા સંજોગો આવે તો તે પોતાના પરિવારની મદદ કરી શકે. તેથી શાળા સમયમાં જ વિદ્યાર્થી બચત શિખે તે માટે સ્કુલ દ્વારા પ્રયત્નો કરવામાં આવેલ છે. હજુ 20% બાળકોનાં એકાઉન્ટ, બેંક, પોસ્ટમાં ખોલાવવાના બાકી છે. તે પણ અમે આગામીસમયમાં ખોલાવી આપીશું અમને ખૂબજ સારી સફળતા મળી છે.

મારૂ બચત ખાતુ મને વધુ અભ્યાસ માટે ઉપયોગી થશે: જીત કાકડીયા (વિદ્યાર્થી)

અબતક સાથેની વાતચિત દરમિયાન વિદ્યાર્થી જીત કાકડિયાએ જણાવ્યું હતુકે અમારી શાળામાં પોષ્ટ વિભાગ દ્વારા આજરોજ પોસ્ટ ઓફીસની યોજનાઓ અને બચત કરવી કેટલી જરૂરી છે. તે અંગે માર્ગદર્શન આપેલ અને બચત ખાતા ખોલાવવામાં આવ્યા છે. અને સ્કુલના મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રેરાઈને બચત ખાતું ખોલાવ્યું છે. મેં પણ ખાતું ખોલાવ્યું છે. અને હું પણ બચત કરતો થઈ ગયો છું.

પહેલા હું ઘરેથી આપેલ પોકેટ મની ને નાસ્તા કે બિન જરૂરી વાપરી નાખતો પરંતુ બચત ખાતુ ખોલાવ્યા બાદ દર મહિને બચત કરી હું તે ખાતામાં રૂપિયા જમા કરૂ છું અને મને આગળ જતા વધુ અભ્યાસ માટે તે ઉપયોગમાં આવશે તે હેતુથી દર મહિને બચત કરૂ છું હું મારા મિત્રોને પણ બચત કરવા જણાવું છું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.