2017માં ખાનગી-શાળાના શિક્ષકોને ગઈંઘજ દ્વારા ડી.એલ.એડ.એટલે કે પીટીસી કોર્ષ બે વર્ષનો કરી લાયકાત આપવામાં આવી હતી જે માત્ર ઇનસર્વિસ શિક્ષકો માટે યોજાયેલ હતી: એ સમયે ગુજરાતના 30 થી 40 ટકા શિક્ષકોએ લાયકાત પ્રાપ્ત કરી હતી
આજથી 11 વર્ષ પહેલા ખાનગી શાળાનાં શિક્ષકોને તાલિમ આપવા વિચારણા કરાઇ હતી, પણ પછી કોઇ નક્કર આયોજન થયેલ નહી. નેશનલ કાઉન્સીલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા આયોજન થનાર હતું પણ હવે ચોક્કસ તાલિમ માળખું નક્કી કરવાની જરૂર છે કારણ કે આજે સરકારી શાળા કરતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખાનગી શાળામાં વધારે છે. લાંબા સમયથી શિક્ષકો ભણાવે છે તેથી તેનો અનુભવ તો છે તેથી તેની સર્વિસ સાથે જ આવું આયોજન દર શની-રવિમાં કરીને બે વર્ષની ઝડપી તાલિમ આપી શકાય. દરેક શહેર કે ગામમાં સ્વ-નિર્ભર શાળાઓ આવેલી છે તેના રિઝલ્ટ પણ સારા આવે જ છે, તેથી હવે તેમના બિનતાલિમી શિક્ષકોને નિયત તાલિમબધ્ધ કરવા સરકારે કંઇક તો નક્કી કરવું જ પડશે. ખાનગી શાળાએ સરકારના શિક્ષણ વિભાગની મંજૂરી લીધી હોય છે, તો આ મુદ્ે બન્ને પક્ષે કંઇક નક્કી કરીને યોગ્ય કરવું જરૂરી છે.
સરકારી શાળા કરતા ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સંખ્યા પણ વધુ હોવાથી વિદ્યાર્થીના હિતમાં પણ શિક્ષણ વિભાગે તાકીદે પગલા ભરીને આવા શિક્ષકોને તાલિમબધ્ધ કરવા હિતાવહ છે
નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપન સ્કુલીંગ (NIOS) દ્વારા દરેક શહેરમાં આવા શિક્ષણ ભવનો સ્થાપવા જરૂરી છે કારણ કે સરકારી શાળાનાં શિક્ષકો માટે તો જીલ્લા શિક્ષણ તાલિમ ભવન (ડાયેટ) કાર્યરત છે પણ જેની સંખ્યા સૌથી વધુ છે તેવા ખાનગી શાળાનાં શિક્ષકો માટે કોઇ તાલિમ યોજના નથી. સરકારના શિક્ષણ વિભાગે હવે આ બાબતે વિચારવાનો સમય પાકી ગયો છે. આજે ગુજરાતમાં અઢી લાખથી વધુ ખાનગી શિક્ષકોની સંખ્યા છે તે જોતા તેમના માટે વાર્ષિક તાલિમ માળખું ગોઠવવું જરૂરી છે. તાજેતરમાં શિક્ષણ વિભાગ અને ટ્રેઇન્ડ શિક્ષકોની માહિતી માંગી હતીને થોડા વર્ષો પહેલા સુપ્રિમ કોર્ટે પણ બિનતાલિમ શિક્ષકો વિશે વાત કરી હતી પણ સમગ્ર રાજ્યમાં અંદાજે 20 થી 25 હજાર જેવી બી.એડ.ની સીટ સામે આ બે લાખથી વધુ શિક્ષકો ક્યારે તાલિમ મેળવી શકેએ યક્ષ પ્રશ્ર્ન છે.
વર્ષોથી શિક્ષણ સાથે સંકળાયેલા આ શિક્ષકોને મોટો અનુભવ સાથે શિક્ષણની ઘણી બધી પધ્ધતીઓનો ખ્યાલ પણ હોય છે અને શાળા સંચાલકો પણ આ શિક્ષકો માટે વનડે તાલિમ શિબિર પણ નિષ્ણાંતોની યોજે છે ત્યારે હવે તેને ઝડપી તાલિમ આપીને પ્રમાણીત કરીને સમકક્ષ સર્ટીફિકેટ્સની યોજના શિક્ષણ વિભાગે બનાવવાની જરૂર છે. આ બાબતે ઘણીવાર સ્વ-નિર્ભર શાળાએ મુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રીને રજૂઆત પણ કરેલ છે. આ સમસ્યામાં દર શની-રવિ તાલિમનું વાર્ષિક આયોજન કરીને પી.ટી.સી.નો અભ્યાસક્રમ નિષ્ણાંત દ્વારા ભણાવીને તેને ક્વોલીફાઇડની યોજના લાવીને નિવેડો લાવવાની જરૂર છે.
આવા શિક્ષકોને શની-રવિ કોર્ષ કરાવીને ઝડપી તાલિમ અપાય તો તેના આર્થિક પ્રશ્ર્નો પણ ઉભા ન થાય: બિન તાલિમ શિક્ષકો માટે હવે કોઇ ચોક્કસ તાલિમ માળખું ઘડવાની તાતી જરૂર છે
આજે લગભગ ખાનગી શાળામાં અનટ્રેઇન્ડ શિક્ષકો ભણાવી રહ્યા છે ત્યારે તેમને શિક્ષક લાયકાત ધરાવતા કરવા સરકારે વિચારવું જ પડશે. હાલ તેને કોઇ માળખું ન હોવાથી તેને કોઇ તાલિમ અપાતી ન હોવાથી ઘણી બધી શિક્ષણ પધ્ધતીથી અજાણ હોય તેવું કદાચ બની શકે પણ તેના વર્ગનું રિઝલ્ટ જોતા અને વાંચન-ગણન-લેખન જેવી પાયાની ક્ષમતાઓ સાથે તેનો સંર્વાગી વિકાસ અન્ય તાલિમબધ્ધ શિક્ષકોથી ઉતરતો નથી એ પણ એટલું જ નગ્ન સત્ય છે. ગુણોત્સવની બાબતમાં ગમે તેમ હોય પણ ખાનગી શાળાને નજર અંદાજ ન જ કરી શકાય તેવી વાત છે.
નવી શિક્ષણ નિતિમાં બી.એડ.નો કોર્ષ આઇ.આઇ.ટી. પણ ઉપલબ્ધ થશે તેમ કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે. ચાર વર્ષનો ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ કે બેચલર ઇન એજ્યુકેશન (Bed) અભ્યાસક્રમો હાથ ધરાશે. સરકાર શિક્ષણ ક્ષેત્રે ચિંતિત છે અને નવી-નવી યોજના અમલમાં મૂકે છે ત્યારે શિક્ષકોની ક્ષમતા વધારવાનું ટોપ પ્રાયોરીટીનું કામ છે જેનાથી વિદ્યાર્થીનો સંર્વાગી વિકાસ વધશેએ નિર્વિવાદ વાત છે.
આજના યુગમાં માહિતી ટેકનોલોજીને લીધે જ્ઞાનનું વિસ્તરણ રોજેરોજ વધી રહ્યું છે. આજે મેળવેલ જ્ઞાન આવતીકાલે તેની તાજગી ગુમાવી દે છે તેથી શિક્ષણમાં તાલિમનું મહત્વ ખૂબ જ વધારે છે. શિક્ષકો તો બાળકના ઘડવૈયા સાથે જ્ઞાનના ઉપાસકો હોવાથી તેને રોજેરોજ નવુંનવું આજીવન અધ્યયન કરતું રહેવું પડે છે. આજના યુગમાં સેવાકાલિન તાલિમની તાતી જરૂરિયાત છે કારણ કે તે શિક્ષકો અને આ વ્યવસાય સાથે લિધેલ પૂર્વકાલિન શિક્ષણ-પ્રશિક્ષણ લીધા પછીનું શિક્ષણ છે, તેથી શિક્ષક તાલિમબધ્ધની સાથે બાળ માનસનો અભ્યાસી હોવો જોઇએ.
દરેક શિક્ષકમાં વ્યવસાયિક જ્ઞાન, કૌશલ્યો, સજ્જતા, વલણ, નૈતિકતા માટે આચાર સંહિતા, શિક્ષણ પ્રત્યે અભિરૂચી, શોધ-સંશોધનો સાથે વિવિક સેમિનાર, ચર્ચા, વિચાર ગોષ્ઠિ અને વર્કશોપમાં ભાગ લઇને સતત અપગ્રેડ થતું રહેવું પડે છે. શિક્ષણમાં વિષયનો અનુબંધ અને આદાન-પ્રદાન સૌથી વધુ જરૂરિયાત હોવાથી શિક્ષકે તે હસ્તગત જ કરવી પડે છે જે એને તાલિમ મેળવવાથી જ મળી શકે છે. તાલિમએ શિક્ષકોની જ્ઞાનાત્મક વૃધ્ધિ સાથે નૂતન પ્રવાહોની જાણકારી આપે છે. તાલિમબધ્ધ શિક્ષક જ બાળકને શ્રેષ્ઠ રીતે અભ્યાસ કરાવી શકે છે કારણ કે તેની પાસે વિવિધ એજ્યુકેશન ટેકનીક હોય છે.
બાળકનો પાયો પાકો કરવા માટે અર્લીચાઇલ્ડ એજ્યુકેશન સીસ્ટમથી બાળકની કેર લેવાય તો પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક કે હાઇસ્કુલમાં ક્યારેય તેને મુશ્કેલી પડતી નથી. સ્વઅધ્યયન જ સાચું શિક્ષણ છે જેમાં બાળક અટકે ત્યાં તેને માર્ગદર્શન આપવાનું કામ શિક્ષકોનું છે. આજના યુગમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોમાં તેના ખાસ નિષ્ણાંત તાલિમબધ્ધ શિક્ષકોની જરૂરિયાત વધી ગઇ છે ત્યારે ઉપલા ધોરણમાં તેનું કાર્ય સૌથી અગત્યનું ગણી શકાય છે.
દરેક વ્યવસાયમાં તાલિમની જરૂર પડે છે, અનુભવની જરૂર પડે છે તેથી PTC અને Bed શિક્ષક કોર્ષ કેમ ભણાવવું તે સૌથી અગત્યની બાબત હોય છે, તેમણે મેળવેલ જ્ઞાન, ટીચીંગ લર્નીંગ મટીરીયલ્સ, દ્રશ્યશ્રાવ્ય સાધનોની મદદથી તે બાળકને રસથી ભણતો કરે છે. બાળકોની વય, કક્ષા, મુજબ તેમનામાં પડેલી વિવિધ ક્ષમતાઓને ઓળખીને જ શિક્ષક તેને સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરીને સંર્વાગી વિકાસ કરે છે. આજની 21મી સદીમાં શિક્ષણની મહત્તા ખૂબ જ વધારે છે ત્યારે શિક્ષકોની તાલિમ માળખાને સુદ્રઢ કરીને નૂતન પ્રવાહોથી સરકારી કે ખાનગી તમામને તાલિમબધ્ધ કરવા જરૂરી છે, છેલ્લે તો એ તમામ કાર્યો જ આવનારી પેઢીને વધુ શ્રેષ્ઠ બનાવશે. એ વાત ભૂલવી ન જોઇએ. આજે બિનતાલિમ શિક્ષકોનો પ્રશ્ર્ન પેચીદો બન્યો છે ત્યારે સ્વ-નિર્ભર શાળા એસો. અને શિક્ષણ વિભાગે સાથે બેસીને સત્વરે નિર્ણય લેવાની જરૂર છે. જે છે તે છે પણ હવે દરેક શહેરમાં તાલિમ સેન્ટરો ઉભા કરીને આ પ્રશ્ર્નનો નિવેડો લાવવાની જરૂર છે.
અનટ્રેઇન્ડ શિક્ષકો તાલિમબધ્ધ કરવા ઝડપી તાલિમ યોજના શરૂ કરો
સરકારી શાળાનાં શિક્ષકો માટે જીલ્લા શિક્ષણ તાલિમ ભવનો છે પણ ખાનગી શાળાનાં શિક્ષકો માટે આવા કોઇ તાલિમ સેન્ટરો ઉપલબ્ધ નથી. સ્વ-નિર્ભર શાળા એસોસિયેશનનાં પ્રમુખ ડી.વી.મહેતાએ ‘અબતક’ સાથે વાતચિતમાં જણાવેલ કે સરકારી શાળા કરતાં ખાનગી શાળાનાં શિક્ષકોની સંખ્યા વધારે છે, અંદાજે બે લાખથી વધુ શિક્ષકો છે ને સમગ્ર રાજ્યમાં ઇયમ કોલેજની સીટ 22 હજાર જેટલી છે તો ક્યારે આવડી મોટી સંખ્યા તાલિમબધ્ધ થઇ શકે. અમે મુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરેલ છે કે ખાનગી શાળાનાં શિક્ષકો માટે દરેક શહેરમાં તાલિમ ભવન બનાવવા સાથે ગઈંઘજ જેવા 2017માં દર શની-રવિનાં કોર્ષ શરૂ થયા હતા તે ફરીથી શરૂ કરવા જેથી બિનતાલિમી શિક્ષકો તાલિમબધ્ધ કરી શકાય. આવા શિક્ષકોને આર્થિક મુશ્કેલીના પ્રશ્ર્નો નડે નહી તેમાં વીકમાં એક-બે દિવસ તાલિમ આપીને તેને પીટીસી કે ઇયમ સમકક્ષ આવા ડી.એલ.એડ. કોર્ષની ઝડપી તાલિમ આપી શકાય. પ્રશ્ર્ન ઘણો વિકટ હોવાથી સરકારે અને શિક્ષણ વિભાગે તાકિદે વિચારીને યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે.
અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન માટે પણ કોર્ષ શરૂ કરવાની જરૂર
નવી શિક્ષણ નીતિમાં હવે ત્રણ વર્ષથી બાળકને તેના પ્રથમ પાંચ વર્ષના શિક્ષણ તબક્કામાં જોડવામાં આવનાર છે ત્યારે પ્રારંભિક બાળ શિક્ષા અભ્યાસક્રમ કે અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન સીસ્ટમ માટે શિક્ષકોને તાલિમબધ્ધ કરવા પડશે. વર્ષોથી બાલ મંદિરો માટે પ્રી.પી.ટી.સી. અભ્યાસક્રમ ચલાવતો હતો પણ હવે તે કોઇ કરતું ન હોવાથી લગભગ બંધ જેવું જ છે ત્યારે નર્સરી, લોઅર કે.જી. કે હાયર કે.જી. સાથે ધો.1-2 મળી કુલ પાંચ વર્ષનો અતીમહત્વનો બાળકની શિક્ષાના ગાળા માટે મનોવિજ્ઞાન ઢબે નિષ્ણાંતોની મદદથી તાલિમ કે તેનો કોર્ષ શરૂ કરવાની જરૂર છે. આ ગાળામાં બાળ માનસ અભ્યાસ વિશેષ મહત્વનો હોવાથી શિક્ષણ વિભાગે વિચારવાની જરૂર છે. જૂન-2023થી તો અમલ થવાની શક્યતા છે. આવતે વર્ષે 6 વર્ષ પૂર્ણ થયા બાદ જ ધો.1માં પ્રવેશ આપવાનો છે.