નિર્દોષ છોડી મુકયા છે તેવા લોકો સામે હવે ફરી કોર્ટમાં કેસ ચાલશે
મેટ્રોકોર્ટમાં ૨૦૧૬માં જાહેરનામા ભંગની (આઇપીસીની કલમ ૧૮૮) હજારી વધુ ફરિયાદ કોર્ટે એક કોમન ઓર્ડર કરી કાઢી નાખી છે. ત્યારે આ મામલે પોલીસે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં ૪૦૦ી વધુ લોકોએ ગુનો કબૂલ કરી લીધો હતો. જ્યારે અમુક લોકોએ કેસ ચલાવવા રજૂઆત કરી હતી. જેમાં સેશન્સ કોર્ટે જાહેરનામા ભંગની ૩ ફરિયાદ નીચલી કોર્ટે(મેટ્રોકોર્ટ) ચલાવવાનો આદેશ કર્યો છે. જે કોર્ટે નિર્દોષ છોડી મુક્યો હતા હવે તે જ કોર્ટમાં પાછો કેસ ચલાવવામાં આવશે.
જાહેરનામાનો ભંગ(કલમ ૧૮૮)ની ફરિયાદ જાહેરનામુ પ્રસિધ્ધ કરનાર જ કરી શકે તેવી કાયદામાં જોગવાઇ છે. જો બીજા કોઇએ જાહેરનામા ભંગની ફરિયાદ કરી હોય તો તેને સીઆરપીસીની કલમ ૧૯૫નો બાદ નડે. એટલે કે બધી જ ૧૮૮ની ફરિયાદ જાહેરનામુ બહાર પાડનાર(શહેર પોલીસ કમિશનર)જે કોર્ટમાં કરવી પડી તેઓ તેમના પાવર ડિસ્ટ્રિબ્યૂટ કરી શકે નહીં. આ મુદ્દાને ધ્યાને રાખી મેટ્રોકોર્ટે ોડા જ દિવસોમાં જાહેરનામા ભંગની ૧૦૦૦ી વધુ ફરિયાદો કાઢી નાખી હતી. ત્યારે સેશન્સ કોર્ટમાં આ મામલે અપીલ કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન ૪૦૦ી વધુ લોકોએ ગુનો કબૂલ કરી દંડ ભરી દેતા કેસ પૂરો કરવામાં આવ્યો હતો. જ્યારે ૨૦ જેટલા કેસોમાં ગુનો કબૂલ ન કરતા તેને ચલાવવાની કાર્યવાહી હા ધરવામાં આવી હતી. જેમાં સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે એવી દલીલ કરી હતી કે, નીચલી કોર્ટનો ચુકાદો જ ભૂલ ભરેલો છે. તેમને નિર્દોષ છોડતા ચુકાદામાં નોંધ મુકી હતી કે, જો ફરિયાદીને ભવિષ્યમાં પુરાવા મળે તો કેસ ચલાવી શકાય. તેી તેમણે નિર્દોષ છોડ્યા તેમ કહી શકાય નહીં. આવા કેસમાં કોર્ટે યોગ્ય નિર્ણય કરવો જોઇએ