પત્નીની ભરણપોષણ, મકાન ભાડુ અને રક્ષણ સહિતની માંગણી ફગાવતી અદાલત
શહેરના સીલ્વર પાર્ક સોસાયટી મેઈન રોડ શેરી નં.૪માં રહેતા યેશાબેન પુલીન્દભાઈ માલવીયાએ અમદાવાદ મુકામે રહેતા તેના પિતા પુલીન્દભાઈ બીપીનચંદ્ર માલવીયા, તેના સસરા બીપીનચંદ્ર જયસુખલાલ માલવીયા અને તેના સાસુ ચંદ્રીકાબેન ઉર્ફે કવિતાબેન બીપીન ચંદ્ર માલવીયા સામે ધરેલુ હિંસા હેઠળ અદાલતમાં ફરિયાદ કરી છે જેનો સામાવાળા તરફે વિગતવાર જવાબ આપવામાં આવેલો અને ચાલુ કેસ દરમ્યાન વચગાળાના તબકકે અરજદારે ભરણપોષણ પેટે માસીક રૂ. ૪૦ હજાર તથા તેના પતિના ઘરમાં રહેઠાણ આપવા વિકલ્પે મકાન ભાડાની અલગ રકમ અપાવવા વગેરે દાદ માંગી હતી.
ઉપરોકત વિગતે જે તે વખતે ત્રીજા અધીક ચીફ જયુડીશયલ મેજીસ્ટ્રેટ એમ.એસ. બાકીને બંને પક્ષ તરફે વિગતવાર અને વિસ્તૃત દલીલો કરવામાં આવેલી જેમાં સામાવાળાઓ તરફે એડવોકેટ ગૌતમ પરમાર દ્વારા ટ્રાયલ કોર્ટ સમક્ષ વિગતવાર દલીલો કરીને જણાવેલ કે પુલીન્દભાઈએ સૌ પ્રથમ રાજકોટ ફેમીલી કોર્ટમાં છૂટાછેડા મેળવવા નાવો કરેલો છે. બાદ આશરે સાડા ચારવ ર્ષ બાદ પત્નિએ છૂટાછેડાના કેસમાં ખોટો બચાવ ઉભો કરવાના હેતુથી ધરેલુ હિંસાના કેસ કરેલો છે. બંને પક્ષો છેલ્લા ઘણા વર્ષોથી અલગ રહેતા હોય અને છૂટાછેડાના કેસ પછી બંને વચ્ચે કોઈ સંપર્ક થયેલો નથી.
છૂટાછેડાના કેસમાં પત્નિને વચગાળાના ભરણપોષણની વ્યવસ્થા અદાલતે કરી આપેલ છેતેઓ પૂરાવો રજૂ કરેલો નથી ઉપરાંત છૂટાછેડાના કેસમાં વચગાળાની જરૂરીયાતને ધ્યાને લઈને હુકમ કરવામાં આવેલો છે. પતિ તરફેના વકીલની દલીલ માન્ય રાખી અરજી નામંજૂર કરેલી છે. અને તેની વચગાળાની અરજી રદ કરેલ હતી.
ઉપરોકત ટ્રાયલ કોર્ટનાં હુકમથી નારાજ થઈ યેશાબેને ડીસ્ટ્રીકટ કોર્ટમાં હુકમને પડકારી અપીલ કરી હતી સામાવાળાઓને નોટીસ કરવામાં આવતા હાજર થઈ તમામ મુદાઓ અપીલ કોર્ટ સમક્ષ મુદાઓની રજૂઆત કરી દલીલો માન્ય રાખી કોઈ ફેરફાર કરવાનું ન્યાયોચીત જણાય આવતું ન હોય જેથી યેશાબેનની અપીલ નામંજૂર કરવાનો હુકમ ફરમાવેલો છે. પતિ અને સાસરીયાઓને હેરાન કરવાના ઈરાદે થતા દૂર ઉપયોગ સામે એક સીમા ચિન્હ ચૂકાદો અપીલ કોર્ટે ફરમાવેલો છે.
ઉપરોકત મૂળ કેસ અને અપીલમાં પતિ અને સાસુ સસરા તરફથી એડવોકેટ અભયભાઈ ભારદ્વાજ અને તેના એસો.ના દીલીપભાઈ પટેલ ધીરૂભાઈ પીપળીયા, ગૌતમ પરમાર અને રાકેશ ભટ્ટ, મેહુલ ઝાલા વગેરે રોકાયેલ છે.