ધોરાજીમાં તા.૧ને રવિવારનાં રોજ એમ.એમ.સ્કુલનાં ગ્રાઉન્ડમાં અંન્જુમને ઈસ્લામ મેમણ મોટી જમાત તથા પોઠીયાવાલા મેમણ જમાત દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રની મેમણ જમાતોનું અધિવેશન ઓલ ઈન્ડીયા મેમણ જમાત ફેડરેશનનાં પ્રમુખ જ ઈકબાલ મેમન ઓફિસરનાં પ્રમુખ સ્થાને યોજાશે. જેમાં હોદેદારો તથા સમગ્ર દેશનાં મેમણ સમાજનાં વરિષ્ઠ અગ્રણીઓ તેમજ યુથ વીંગનાં હોદેદારો હાજર રહેશે.
આ અધિવેશન સવારે ૧૦:૦૦ કલાકે સમગ્ર સૌરાષ્ટ્રની ૧૦૦ જેટલી મેમણ જમાતોનાં પ્રમુખ, સેક્રેટરી તથા હોદેદારો હાજર રહી વિચાર પરામર્શ કરીને સમાજનાં કુરિવાજો, સેવાકીય પ્રવૃતિઓ, હાઉસીંગ હેલ્પ, સહાય તથા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટેનાં અગત્યનાં પ્રશ્ર્નોની ચર્ચા-વિચારણા કરી નકકર નિર્ણયો લેશે. સમગ્ર કાર્યક્રમમાં સેક્રેટરી હાજી અઝીઝભાઈ મચ્છીવાલા, શાકીરભાઈ બાટલીવાલા, પ્રોફેસર સજજાદમેમન, ફિરોઝભાઈ લાકડીવાલા તથા યુથ વીંગનાં ઈન્ડિયા લેવલનાં ચેરમેન ઈમરાનભાઈ ફ્રુટવાલા સૌરાષ્ટ્રનાં યાસીનભાઈ ડેડા વિગેરે ખાસ ઉપસ્થિત રહેશે.
આ અધિવેશનને સફળ બનાવવા માટે બન્ને જમાતોનાં પ્રમુખ અફરોઝભાઈ લકકડફુટ્ટા, ઈમતીયાઝભાઈ પોઠીયાવાલા, અન્ય હોદેદારો હમીદભાઈ ગોડીલ, અઝીમભાઈ છાપાવાલા, પ્રોગ્રામ કમિટીનાં ચેરમેન ઈમતિયાઝભાઈ સુપેડીવાલા બાશીદભાઈ પાનવાલા, ઈકરામભાઈ વાધરીયા, ઝોનલ સેક્રેટરી ફૈયાઝભાઈ બસમતવાલા જહેમત ઉઠાવી રહ્યા છે.
મુસ્લિમ સમાજનાં તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરાશે
અધિવેશન બાદ બપોરે ૪:૦૦ વાગ્યે એમ.એમ.સ્કુલનાં ગ્રાઉન્ડમાં અંન્જુમને ઈસ્લામ મેમણ મોટી જમાત તથા પોઠીયાવાલા મેમણ જમાતનાં સંયુકત ઉપક્રમે સમગ્ર ધોરાજીનાં તથા સમસ્ત મુસ્લિમ સમાજનાં તેજસ્વી તારલાઓ ધો.૫થી કોલેજ, ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ તથા સ્પે.પદવી મેળવનાર વિગેરેનું ઈનામોથી નવાઝીને સન્માન યોજાશે. જેમાં મુખ્ય મહેમાનો તરીકે રમેશભાઈ ધડુક (સંસદ સભ્ય પોરબંદર) લલીતભાઈ વસોયા (ધારાસભ્ય ધોરાજી-ઉપલેટા), જી.વી.મીયાણી (ડે.કલેકટર ધોરાજી), જોલાપરા (મામલતદાર ધોરાજી), વિજયકુમાર જોષી (પોલીસ ઈન્સ્પેકટર ધોરાજી), ડી.એલ.ભાષા (નગરપતિ ધોરાજી), જગદીશભાઈ રાખોલીયા (કારોબારી ચેરમેન ન.પા.) તથા અતિથિ વિશેષપદે હાજી સુહેલભાઈ ભેંસાણીયા, અમીનભાઈ નવીવાલા, લઘુમતી અગ્રણી હાજી ઈબ્રાહીમભાઈ ખુરેશી, ઈમત્યાઝભાઈ પોઠીયાવાલા જુનાગઢ સ્થિત શિક્ષણવિદ ઈકબાલભાઈ મારફતીયા, ધોરાજી ન.પા. ઉપનગરપતિ મકબુલભાઈ ગરાણા, ગર્વ.પ્લીડર કાર્તિકેયભાઈ પારેખ, વી.ડી.પટેલ, વી.વી.વઘાસીયા, બોદુભાઈ હાસમભાઈ ચૌહાણ, અનવરશાહબાપુ રફાઈ, હાજી રજાકભાઈ ઘોડી, તુફૈલ શેઠ નુરાની, જુનેદભાઈ લાટીવાલા, યકીન ભેંસાણીયા ખાસ ઉપસ્થિત રહેનાર છે.