ટાટા સ્ટીલ, હિંદાલ્કો, વેદાંતા, અદાણી પોર્ટ, રિલાયન્સ અને યશ બેંક સહિતના શેરોએ તેજીની આગેવાની લીધી
સેન્સેકસ અને નિફટી આજે સતત બીજા દિવસે નવી ઉંચાઈના રેકોર્ડબ્રેક કરી રહ્યાં છે. સેન્સેકસે ૩૧,૦૦૦ની સપાટી પાર કરી રેકોર્ડ સર્જયો છે. જયારે નિફટી ૯,૫૮૦ના નવા શિખરે ટચ યો છે. હાલ નિફટી ૬૬ પોઈન્ટ વધીને ૯,૫૭૬ની સર્વોચ્ચ સપાટી પર ચાલે છે. જયારે સેન્સેકસ ૨૩૪ પોઈન્ટ વધીને ૩૦૯૮૪ની સપાટી પર છે. સતત બીજા દિવસે તેજીના પરિણામે રોકાણકારોની બલ્લે-બલ્લે ઈ છે. મા‚તી સુaઝુકી, એચસીએલ, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ અને હિંદાલ્કોના શેર તેજીમાં જણાયા છે. જયારે સન ફાર્મા, શીપલા, ઓએલસી અને આઈઓસી સહિતના શેરના ભાવમાં કડાકો બોલ્યો છે. હાલ મેટલનું સેકટર સૌી મજબૂત જણાય રહ્યું છે. ટાટા સ્ટીલ ૬.૧૫ ટકાના ઉછાળા સો ટોપ ગેઈનરમાં છે. જયારે વેદાંતા અને અદાણી પોર્ટ સહિતના શેર હરોળમાં છે. ઓટો અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં તેજી અને ફાર્મામાં ઘટાડો નોંધાયો છે. કેમીકલ, ઓઈલ અને ગેસ, ઓટોમોટીવ, એન્જીનીયરીંગ અને મેટલ સહિતના ક્ષેત્રો તેજીમાં છે.
આંતરરાષ્ટ્રીય બજાર તરફી મળી રહેલા મિશ્ર સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ૪૯૦ પોઈન્ટના ઉછાળા બાદ આજે બજાર ફરી ૩૦૦ પોઈન્ટની સપાટી વટાવે તેવી શકયતા છે.