ધ સેન્ડવિચ અડ્ડામાંથી લેવાયેલા બટરનો નમૂનો, ડીલાઇટ આઇસ્ક્રીમમાંથી લીધેલો પાન મસાલા ફ્લેવર્ડ આઇસ્ક્રીમ, ક્રીમઝેન આઇસ્ક્રીમમાંથી લીધેલો કેશર પિસ્તા અને સ્ટ્રોબેરી આઇસ્ક્રીમનો નમૂનો પરિક્ષણમાં નાપાસ

કોર્પોરેશનની આરોગ્ય સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરમાં અલગ-અલગ સ્થળોએથી લેવામાં આવેલા ખાદ્ય સામગ્રીના ચાર નમૂના પરિક્ષણમાં નાપાસ જાહેર થયા છે. બટરમાં તલના તેલની ભેળસેળ ખૂલી છે તો આઇસ્ક્રીમમાં જરૂરિયાત કરતા ઓછા મિલ્ક ફેટ મળી આવ્યા હતા.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ફૂડ શાખા દ્વારા ટાગોર રોડ પર હેમુગઢવી હોલ પાસે વિરાણી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં ધ ફૂડ અડ્ડા (ફૂડ ટ્રક)માંથી બટરનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેના પરિક્ષણ દરમિયાન બટરમાં તલના તેલની ભેળસેળ કરવામાં આવતી હોવાનું ખૂલ્યુ હતું. મેનુમાં બટર ઉપયોગ કરી બનાવાતી ખાદ્ય ચીજોમાં હકિકતમાં બટર જેવા દેખાવ ધરાવતા ફેટ સ્ટ્રેડ કે માર્ગેરીનનો ઉપયોગ કરવામાં આવતું હોવાનું માલૂમ પડ્યું હતું. આ ઉપરાંત મહાદેવવાડી મેઇન રોડ ઉમાકાંત પંડિત ઉદ્યોગનગરમાં આવેલા ગઢીયા એસ્ટેટ સ્થિત ડિલાઇટ આઇસ્ક્રીમમાંથી પાન મસાલા ફ્લેવર્ડ આઇસ્ક્રીમનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારા-ધોરણ કરતા ઓછું જણાતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયો હતો. જ્યારે નાના મવા રોડ પર સિલ્વર હાઇટ્સ સામે પાન એમ્પાયર શોપ નં.5માં આવેલી ક્રિમ ઝેન આઇસ્ક્રીમ પાર્લરમાંથી કેશર પીસ્તા આઇસ્ક્રીમ અને સ્ટ્રોબેરી આઇસ્ક્રીમનો નમૂનો લેવાયો હતો. જે પરિક્ષણમાં ધારા ધોરણ કરતા ઓછું મિલ્ક ફેટ હોવાના કારણે નાપાસ જાહેર થયા હતા.

આજે ફૂડ વિભાગની ટીમ દ્વારા રેલનગર વિસ્તારમાં ખાણીપીણીની 22 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 19 ખાદ્ય સામગ્રીના નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. શક્તિ જનરલ સ્ટોર, ચામુંડા ભાજીકોન, શ્રીજી ડ્રાયફ્રૂટ, મહાવીર ટ્રેડર્સ, અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ, પુષ્ટિ જનરલ સ્ટોર્સ, મહાદેવ કોલ્ડ્રિંક્સ, એસએસ ભેળ સેન્ટર, જલારામ જનરલ સ્ટોર્સ, દ્વારકેશ ડેરી ફાર્મ અને ભગવતી જનરલ સ્ટોરને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.