વૈષ્ણવ પરિવારના મોભી છેલ્લા ઘણા સમયથી સત્યમ સંસ્થાની ચાલતી પ્રવૃત્તિઓમાં સહયોગ આપે છે
અમદાવાદના સ્વ.જનાર્દનભાઇ વૈષ્ણવનું તાજેતરમાં અવસાન થતાં તેમની અંતિમ ઇચ્છા અનુસાર ઉત્તર ક્રિયાને બદલે ભુજની સત્યમ સંસ્થા દ્વારા સેવા કાર્યો કરવામાં આવે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી તે અનુલક્ષીને ભુજમાં દરરોજ વિવિધ સેવા કાર્યો સત્યમ અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે કરવામાં આવી રહ્યા છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં માઈક સિસ્ટમના વાહન સાથે ગરીબ પરિવારોના બાળકોને અલગ-અલગ અલ્પાહાર દરરોજ કરાવાઈ રહ્યો છે ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગાયોને ઘાસચારો પંખીઓને ચણ અને શ્વાનોને રોટલા બિસ્કીટ પણ આપવામાં આવી રહ્યા છે આ ઉપરાંત જ્યાં જ્યાં પાણીના અવાડા બન્યા છે ત્યાં પાણીથી ભરવામાં આવી રહ્યા છે બાળકોને અલગ-અલગ અલ્પાહાર કરાવવામાં આવી રહ્યો છે દરરોજ માઈક સિસ્ટમના વાહનથી સેવાકાર્યો અલગ અલગ વિસ્તારોમાં સત્યમ સંસ્થાની ટીમ દ્વારા કરાઈ રહ્યા છે.ગત તારીખ ૨૩/૯ના અમદાવાદમાં અવસાન પામેલા જનાર્દનભાઈ વૈષ્ણવની અંતિમ ઇચ્છા અનુસાર ઉત્તર ક્રિયાના બદલે ભુજ શહેરમાં અનેક પરિવારના બાળકોને અલગ-અલગ અલ્પાહાર સાથે જીવદયા પ્રવૃત્તિ કરાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી તે અનુસંધાને આ કાર્યો ભુજમાં કરવામાં આવી રહ્યા છે.
આ કાર્ય માટે અમદાવાદના દર્શનભાઈ વૈષ્ણવ, આશ્લેષા વૈષ્ણવ, હર્ષિકાબેન દુષ્યંત રિંડાણી તેમજ ગાથા ભાવિક શાહ, મનવી ભાવિક શાહે સહયોગ આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વ.જનાર્દનભાઇ વૈષ્ણવ કચ્છના સારાભાઈ માંકડ (ફોજદાર)ના તેઓ જમાઈ થતા હતા અને ભુજ આકાશવાણીના ભાવનાબેન માંકડના તેઓ બનેવી થતા હતા. સ્વ.જનાર્દનભાઈ વૈષ્ણવ છેલ્લા ઘણા સમયથી સત્યમ સંસ્થાની ચાલતી પ્રવૃતિઓમાં સહયોગી રહ્યા હતા. તેમના પુત્ર દર્શનભાઈ વૈષ્ણવ પણ સંસ્થાને સહયોગ આપી રહ્યા છે.