હાલ સમગ્ર દેશમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. સરકારશ્રી દ્વારા કોરોનાનું વધુ સંક્રમણ ન ફેલાય તે માટે લોકડાઉન કરવામાં આવેલ છે. આ મહામારીનો સમય ગરીબ વર્ગના લોકો માટે અત્યંત ગંભીર સમય બન્યો છે,  ત્યારે શ્રી સંતોષી માતાજી મઁદિર, મોવિયાના મહંતશ્રી ચંદ્રેશબાપુ નિરંજની, પુજારિન શ્રીમતી મીનાબેન નિરંજની  અને  ડો. કુણાલ નિરંજની અને પરિવાર દ્વારા ગરીબ વર્ગને રાશન કિટ અને માસ્ક વિતરણ કરી ખુબ જ ઉમદા સેવાકીય કાર્ય કરેલ છે. કાયમી સેવાકીય પ્રવૃત્તિથી પંકાયેક શ્રી સંતોષી માતાજી મઁદિર, મોવિયા ખાતે, સ્થાનિક જરૂરિયાતમંદ લોકોને રૂપિયા ૧,૦૦૦/- વાળી કુલ – ૨૫૦ નંગ રાસન કીટનું વિતરણ કરવામાં આવેલ છે તેમજ ૮૦૦ જેટલાં માસ્કનું પણ વિનામૂલ્યે વિતરણ કરી, લોકોને કોરાનાથી રક્ષણ મળે અને સરકારશ્રીના નીતિ નિયમોનું ચુસ્ત પાલન કરવા અને ઘરમાં રહેવા ચંદ્રેશબાપુએ અપીલ કરેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.