જાતીના દાખલા, રેશનકાર્ડમાં નામ ઉમેરવા સહિતના ૧૨૧૨ લાભાર્થીઓની અરજીનો નિકાલ
રાજુલા તાલુકાના વીસળીયા ગામેસેવા સેતુ રાઉન્ડ-૦૪નું આયોજન આ આયોજનને લોકો દ્વારા આવકારેલ છે. સરકારના આ અભિગમને લોકોના કામો ઘર આંગણે દરેક લાભાર્થીઓના કાર્યો થાય છે. આ કાર્યક્રમના શરૂ થવાથી નાના તેમજ મધ્યમ વર્ગનાલોકોને તાલુકા પંચાયત કે મામલતદારે મજુરી કે કામ ધંધા પાડીને ન જવુ પડે અને ધકકા નખાવા પડે તે માટે સરકાર આ સેવા સેતુ રાઉન્ડ-૦૪નું આયોજન લોકોએ ઉતસાહભેર આવકારેલ.
આ કાર્યક્રમમાં કાતરીયા, ઈ ધારા સ્ટાફ, રેવન્યુ સ્ટાફ, જાલાભાઈ, ભાર્ગવભાઈ, સર્કલઓફિસર, નિલેષભાઈ, ડાભી, તાલુકા પંચાયત નીતાબેન, નરેગા વેગડભાઈ, જીજાળાભાઈ, ડો.ધાપા, શિક્ષણ અધિકારી મણીબહેન તથા દરેક વિસ્તારનાં તલાટી કમ મંત્રીઓ તેમજ અનેક રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપેલ હતી. આ તકે થયેલા કામો જેવા કે વિધવા સહાય, વૃદ્ધ, નિરાધાર, લગ્નના પ્રમાણપત્ર, આવકના દાખલા, જાતીના દાખલા, ૭/૧૨/૮, જન્મના દાખલા તેમજ રેશનકાર્ડમાં નામ ઉમેરવા જેવા ૧૨૧૨ લાભાર્થીઓએ ઘરે બેઠા કામો કરેલ. આ તકે વીસળીયા ગામના સરપંચ વિક્રમભાઈ શિયાળ અને ત.ક.મ. મહેન્દ્રભાઈ પંડયા અને ગ્રામ પંચાયતની ટીમે ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને અનુ‚પ તૈયારી કરેલ હતી.