મહિલા સંમેલન, સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્રદર્શન સ્ટોલ સહિત રન ફોર સેવા (દોડ)નું આયોજનને લઇ કાર્યકરો ‘અબતક’ની મુલાકાતે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવાભારતી ગુજરાત દ્વારા શનિવાર-રવિવાર એમ બે દિવસ માટે સમરસતા સેવાસંગમ નું આયોજન ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના મેદાનમાં રાજકોટ ખાતે થઇ રહ્યું છે.
આ આયોજનમાં ગુજરાતની સેવા કાર્ય કરતી સંસ્થાઓ જોડાશે. આ સેવા સંગમમાં ૨૦૦ ઉપરાંત સેવાકીય સંસ્થાઓનું રજીસ્ટ્રેશન થઇ ગયેલ છે. અને ૪પ જીલ્લાઓમાંથી સંસ્થાઓ જોડાશે. વિવિધતા ભરેલ સેવા કાર્યોના પ્રદર્શન પણ ખુબ આકર્ષક બની રહેશે. આ સમરસતા સેવા સંગમમાં વિવિધ સ્ટોલમાં ગુજરાતની વ્યાપક સેવા કાર્ય કરતી સેવા સંસ્થાઓના કાર્યો જાણવા મળશે.
આ બે દિવસના સેવાસંગમમાં કુલ ત્રણ વિશેષ કાર્યક્રમોનું આયોજન છે જેમાં શનિવારે ૧૦.૩૦ થી ૧૨.૪૫ ઉદધાટન સત્ર રહેશે. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહ સેવા પ્રમુખ રાજકુમારજીનું માર્ગદર્શન મળશે.અતિથિ વિશેષ તરીકે માન. જીવણભાઇ પટેલ, રાજકોટ નાગરીક બેન્કના ઉપપ્રમુખ ઉ૫સ્થિત રહેશે. તેમજ અન્ય અધિકારીઓ માર્ગદર્શનજ અપાશે.
જયારે સાંજે ૪ થી ૬ ઉકત સ્થળે મહીલા સંમેલન યોજાનાર છે. જેમાં ચંદ્રિકાબેન ચૌહાણ, સેવાભારતી, દિલ્હીના ઉપપ્રમુખ તેમજ ડો. જયંતિભાઇ ભાડેશીયા, રા.સ્વ.સં પશ્ચીમ ક્ષેત્રના સંઘ ચાલકજી તથા સુહાસરાવજી, અખિલ ભારતીય કાર્યકારીણી સદસ્ય રા.સ્વ. સંઘ માર્ગદર્શન આપશે.આ સાથે જ ઉકત સ્થળે સંસ્કૃતિ કાર્યક્રમ રાત્રે ૮ થી ૧૧ રહેશે. જેની વિશેષતામાં દરેક સેવા વસ્તીમાંથી પસંદ કરેલ બાળકો દ્વારા ગોપુરમ શેરી નાટક ભજનો, દુહા, છંદ અને રામા મંડળ જેવી રચનાઓ રજુ કરાશે.
રવિવારના રોજ બપોર બાદ ૨.૩૦ થી ૪.૩૦ દરમ્યાન જાહેર સમારોપ કાર્યક્રમ રહેશે. જેમાં અખીલ ભારતીય અધિકારી રા.સ્વ.સંઘ આ. સુહાસરાવજી હિરેમટ રાજકોટ આવી રહેલ છે તેમનું માર્ગદર્શન મળશે.
આ સમરસતા સેવાસંગને સામાજીક સમરસતાના ઉદ્દેશની પરિપૂર્તિને ઘ્યાને લઇ વિવિધ સમાજને સમરસતામાં જોડનાર સંતો આગેવાનોના નામે વિવિધ પ્રદર્શનીના સ્ટોલ રહેશે. તેમજ તેમના જીવન ચરિત્રોની માહીતી મુકાશે.આ પ્રર્દશનીમાં ખાસ વિશેષતા એ પણ છે કે રામકૃષ્ણ મિશન, રાજકોટ તેમજ સાધના મુદ્રણાલય દ્વારા રાષ્ટ્ર ભકિતના પુસ્તકો અને વિશાલ સ્ટોલમાં સાહિત્ય પણ ઉપલબ્ધ થશે.
ખાસ કરીને સ્વામી વિવેકાનંદ અને સેવા વિષય ઉપર વિડીઓ શો જીવંત પ્રસારિત કરવામાં આવશે. ઉપરાંત સેવાભારતી ગુજરાત દ્વારા થયેલા સેવા કાર્યોની ઝલક પણ જીવંત વીડીઓ વિશેષ ખંડમાં અલગ થી બતાવવાનું આયોજન કરેલ છે.
વર્તમાનમાં રાજકોટ સેવાભારતીના તેમજ રા.સ્વ.સંઘના કાર્યકર્તાઓ દ્વારા રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં સ્કુલોના વિઘાર્થીઓની રન ફો સેવા (દોડ)નું આયોજાન પણ કરવામાં આવેલ છે.
સ્વચ્છતાને ઘ્યાનમાં રાખીને બાળકોમાં સ્વચ્છતાનો સંદેશ પહોચે તે માટે સ્વચ્છતા વિષયક રંગપૂર્ણી સ્પર્ધા યોજવામાં આવેલ છે. જેમાં ર૦૦૦ થી વધુ બાળકો જોડાશે. તમામ બાળકોને વિવેકાનંદજીના જીવન અને દર્શન પુસ્તિકા, વિવેકાનંદજી નો ફોટો માહીતી પત્રક તેમજ લીંબુ સરબત અને અલ્પાહાર આપવામાં આવશે.
વિવિધ સંસ્થાઓ જોડાનાર છે. જેમાં પુજિત ‚પાણી મેમોરીયલ ટ્રસ્ટ રાજકોટ, અરવિંદભાઇમણીયાર જનકલ્યાણ ટ્રસ્ટ, રાજકોટ, ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમીતી, સરગમ કલબ, બોલબાલા ટ્રસ્ટ, વનબંધુ પરીષદ સુરત, બાપા સિતારામ સેવા ટ્રસ્ટ, મહેસાણા, ડો. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ, સુરત, વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ભાવનગર, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, (અનીમલ હેલ્પ લાઇન) ભારત વિકાસ પરીષદ, શ્રીજી ગૌશાળા, ભારત સેવા સંઘ, નવસારી, દિવ્ય જીવન સંઘ હોસ્પિટલ ભરુચ, યુગ નિમાર્ણ ગાયત્રી પરીવાર ધોળકાનો સમાવેશ થાય છે.