ભારતના જીડીપીમાં ૬૦ ટકાનો ફાળો સર્વિસ વિભાગ ધરાવે છે
ભારતના વિકાસની સ્થિતિ યુ.એસ. કરતા અલગ છે અને રોજગારી પેર્ટનો પણ અઘરી છે તેમજ મેન્યુફેકચરીંગ ઉધોગોમાં ઓટોમેશન વધી રહ્યું છે તેની સાથો સાથ સ્વાસ્થ્ય, શિક્ષણ અને હોસ્પિટાલિટીમાં પણ આધુનિકરણ વધી રહ્યું છે અને લોકો ઝડપથી ઉધોગ સહિત ખેતીમાં પણ ઓટોમેટિક મશીનો, ઉપકરણો લાવી રહ્યા છે
મેક ઈન ઈન્ડિયા કેમ્પેઈન બાદ ભારતમાં ઘણો વિકાસ થયો છે. આર્થિક અને આધુનિકરણની દ્રષ્ટીએ પ્રગતિનો વ્યાપ વધ્યો છે પરંતુ સર્વિસની સુવિધાઓનો અભાવ હજુ પણ અકબંધ છે. નિરજ ભાર્ગવ જણાવે છે કે તેમણે બે દસકા પહેલા તેમના સહકર્મચારીઓ સાથે મળીને યુએસમાં થયેલા પરિવર્તનો વિશે રિસર્ચ કર્યું હતું. જેના પ્રમાણે યુએસનો ૭૫ ટકાના અર્થતંત્રના હિસ્સામાં રોજગારોનો સમાવેશ થાય છે. કારણકે નેતાઓએ મેન્યુફેકચરીંગ ઉધોગો ક્ષેત્રે નુકસાન વેઢીને લોકોને રોજગારી અપાવી છે. જેની પાછળનું કારણ તેની જીડીપી પણ છે. જે મારા જેવા ભારતમાં મોટા થયેલા માટે આશ્ર્ચર્યજનક બાબત છે. કારણકે તેણે અત્યાર સુધી એવું જ સાંભળ્યું છે કે નિર્માણકારી ઉત્પાદન અને કૃષિવિદ્યા આ બન્ને અર્થતંત્રના બે મુખ્ય સ્તંભો છે.
જેના પર હાલનું ભારતનું અર્થતંત્ર નિર્ભર છે. આ રિસર્ચમાં તેમણે નવસર્જન, સંભાળ અને સુરક્ષા સંબંધી નોકરીઓ વિશે ચર્ચા કરી હતી. યુ.એસ.ના રોજગારની જો વાત કરવામાં આવે તો શરૂઆતના દસકામાં રોજગારની તકોનું નિર્માણ આરોગ્ય, શિક્ષણ, વેપાર તેમજ પ્રોફેશ્નલ સર્વિસ નિવૃત, આતિથ્યસત્કાર જેવા ઉધોગોમાં પ્રગતિ થઈ છે. આ ઉપરાંત પરિવહન તેમજ માળખાગત ક્ષેત્રે વિકાસ થયો છે. જોકે ભારતમાં આમ કરવું શકય નથી કારણકે ભારતના વિકાસની સ્થિતિ અલગ છે અને રોજગારી પેર્ટનો પણ અઘરી છે અને મેન્યુફેકચરીંગ ઉધોગોમાં ઓટોમેશન વધી રહ્યું છે. નિર્માણનો વિકાસ થઈ રહ્યો છે પરંતુ તે સાઈકિલકલ છે.
લોજીસ્ટીક અને ટ્રાન્સપોર્ટેશન પણ એટલું જ ઝડપથી વિકસી રહ્યું છે જેવી રીતે ઈન્ફ્રાસ્ટ્રકચરમાં સુધારો આવે છે. બસ એજ રીતે પરંતુ ભારતમાં તો સ્વાસ્થ્ય, શિક્ષણ અને હોસ્પિટાલિટીમાં આધુનિકરણ વધી રહ્યું છે અને લોકો ઝડપથી ઉધોગ સહિત ખેતીઓમાં પણ ઓટોમેટિક મશીનો, ઉપકરણો લાવી રહ્યા છે. ઉધોગ એક એવું ક્ષેત્ર છે જેમાં સૌથી વધુ રોજગારીની તકો રહેલી છે પરંતુ તેમાં પણ ઓટોમેશન આવી રહ્યું છે. જેના ભાગરૂપે બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. ભારતમાં ફાઈનાન્સીયલ સર્વિસ અને રિટેલ સુવિધાને વધારીને વધુ રોજગારીની તકો મેળવી શકાય છે પરંતુ ઓટોમેશનની રોજગારી પર માઠી અસર પડી રહી છે. નિરજ જણાવે છે કે ઈન્ડસ્ટ્રીમાં ઓટોમેશનના બદલે માણસોને જો વધુ પ્રાધાન્યતા આપવામાં આવે તો રોજગારી વધારી શકાય છે.
જોકે ઓટોમેશનના લીધે આરોગ્ય, શિક્ષણ, મનોરંજન, પર્યટન જેવા અનેક ક્ષેત્રોમાં વિકાસ તો થયો છે પરંતુ તેની અર્થતંત્ર પર માઠી અસર પડે છે. ભારતના જીડીપીમાં ૬૦ ટકાનો ફાળો સર્વિસ વિભાગ ધરાવે છે જો દેશોમાં વધુમાં વધુ વિકાસ થાય તો રોજગારીની તકો પણ વધવામાં જ છે. અત્યાર સુધી આપણે સાંભળ્યું હતું કે, મેક ઈન ઈન્ડિયા, ડિજીટલ ઈન્ડિયા પરંતુ ખરાઅર્થમાં ભારતને સર્વિસની જરૂર છે. સર્વ ઈન ઈન્ડિયા’ની જરૂર છે. જે આજના સમયની માંગ છે. ડેવલોપમેન્ટ તો થઈ રહ્યુંછે અને હજુ વધુ પણ થશે પરંતુ નોકરીઓનું શું ?