ઋણ સ્વીકારનો અનેરો સેવા યજ્ઞ
પુરૂષાર્થ યુવક મંડળનાં યોગેશભાઈ જોગીના પુત્રની સગાઈ પ્રસંગે દાદા-દાદીનો સંકલ્પ પૂર્ણ કરાયો
રાજકોટમાં મંગળવારે એક અનોખો સેવાયજ્ઞ યોજાયો હતો જેમાં સેવા-ઋણ સ્વીકાર જેવા શબ્દોને જોગી પરિવારે ખરા અર્થમાં સાર્થક કર્યા હતા.
પ્રસંગ હતો પુરૂષાર્થ યુવક મંડળના યોગેશભાઈ જોગીના પુત્રની સગાઈનો પરિવારમાં શુભ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાય પરંતું જોગી પરિવારે વર્ષો પહેલા મોભી દાદા ચંદ્રકાંતભાઈ અને કાંતાબેને રણછોડદાસ આશ્રમ ખાતે આંખનું ઓપરેન ફ્રી કરાવેલ હતુ શુભ પ્રસંગે દાદા દાદીનાં સેવા યજ્ઞનાં સંકલ્પનો પૂર્ણ કરવા પુત્ર યોગેશભાઈ જોગીએ રણછોડદાસ આશ્રમે ત્રણસો ઓપરેશન કેમ્પનો તમામ ખર્ચ ઉઠાવીને અંગુલી નિર્દેશ સેવા સાથે તેરા તુ જકો અર્પણ’ ઉકિતને સાર્થક કરી હતી.
સગાઈ વિધિ પૂર્ણ થયા બાદ આંખના કેમ્પનાં સ્થળે સૌ દર્દીઓ સાથે ભાવભર્યો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં પુરૂષાર્થ યુવક મંડળના પ્રમુખ અને શહેર ભાજપના મંત્રી કિશોરભાઈ રાઠોડે યોગેશભાઈ જોગીની સેવા ને બિરદાવી હતી. સર્વો દર્દીએ ચંદ્રકાંતભાઈ કાંતાબેન તથા પુત્ર યોગેશભાઈ જોગીનો આભાર વ્યકત કર્યો હતો. આશ્રમનાં મેડીકલ સ્ટાફે સમગ્ર કેમ્પમાં સુંદર વ્યવસ્થા જાળવીને તમામ ઓપરેશનોને સફળ બનાવ્યા હતા.
જોગી પરિવારે તબીબ ટીમનો પ્રશંસા સાથે આભાર વ્યકત કર્યો હતો. આ સેવા ઉત્સવે એક પરિવાર મુશ્કેલીમાં હતુ તે ફ્રી ઓપરેશન સેવાનો લાભ લીધો તેના બદલામાં ૩૦૦ જેટલા ઓપરેશનો ફ્રી કરાવીને રંગીલા રાજકોટમાં અનેરો સેવાયજ્ઞ કરતા ઉપલાકાંઠે જોગી પરિવારને શુભેચ્છા પાઠવી હતી.