દેવપરા શાક માર્કેટ પાસે શાળા નં.63માં સેવાસેતુ યોજાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકાર ની યોજનાઓ વિગેરેના નિકાલ માટે જુદી જુદી તારીખોએ વિશેષ તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનુ આયોજન કરેલ છે.
જેના અનુસંધાને કાલે શનિવારના રોજ સવારે 9:00 કલાકે ડો સર્વપલ્લી રાધાકૃષ્ણ પ્રાથમિક શાળા નં.63 દેવપરા શાકમાર્કેટ પાછળ કોઠારીયા રોડ ખાતે વોર્ડનં. 16, 17, અને 18 8માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના વરદ હસ્તે ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા વાહન વ્યવહાર મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન. મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.
લોકોને સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ મેળવવા માટે જુદી જુદી કચેરીઓમાં ધક્કા ખાવા ન પડે તે હેતુથી સેવા સેતુમા પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ ઉપર જ તે દિવસે જ નિકાલ થશે એટલે કે, લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્થિત રહી પ્રશ્નોનો નિકાલ કરશે. આ તકે શહેરીજનો વધુને વધુ સેવાઓનો લાભ લે તેવી સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ અનુરોધ કર્યો છે.