સવારથી અનેક અરજદારોને નોંધણી માટે કચેરીએ ધક્કા, સર્વર ફરી ક્યારે શરૂ થશે કોઈ જાહેરાત નહિ
અબતક, રાજકોટ
રાજ્યભરની સબ રજીસ્ટ્રાર કચેરીમાં સર્વર ડાઉન થતા કામગીરી ઠપ્પ થઈ છે. સવારથી કચેરીએ નોંધણી માટે આવેલા અનેક અરજદારોને ધક્કા થયા છે. બીજી તરફ સર્વર ક્યારે પુનઃશરૂ થશે તે અંગે હજુ સુધી તંત્રએ કોઈ જાહેરાત કરી નથી.રાજ્યભરમાં આજે સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં સર્વરની સમસ્યા ઉદભવી હતી.
જેને કારણે કામગીરી ખોરવાઈ ગઈ હતી. રાજકોટ જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં પણ સવારથી કામગીરી બંધ હતી. જિલ્લાની તમામ કચેરીમાં અરજદારોને ધક્કા થયા હતા. ઘણા અરજદારોએ રાહ પણ જોઈ હતી. પણ અંતે તેઓએ કંટાળી ચાલતી પકડવી પડી હતી. જો કે સર્વરની સમસ્યા ક્યારે હલ થશે તે અંગે કચેરીએથી કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી.
આ અંગે રાજકોટ જિલ્લાના ઇન્ચાર્જ નિરીક્ષક જેઠવાએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં સર્વરની કોઈ સમસ્યાને લીધે સબ રજિસ્ટ્રાર કચેરીઓની કામગીરી ખોરવાઈ છે. ઉપરથી સૂચના મળી છે હાલ સમસ્યાનો હલ શોધવાની કામગીરી ચાલુ છે. જેવું કે સર્વર પુનઃશરૂ થશે ઉપરથી જાણ કરવામાં આવશે.