હપ્તા ભરવાના સમયમાં રાહત એનબીએફસી કંપનીઓ માટે જોખમી

એનબીએફસીના ૩૦ ટકાથી વધુ ગ્રાહકોએ હપ્તા મોડા ભરવાનો વિકલ્પ લેતા મુશ્કેલી સર્જાઈ

મહામારીના કારણે લોકોની આવક ઉપર ગંભીર અસર થઈ છે. જેના કારણે હોમલોન, પર્સનલ લોન સહિતના લોનમાં ૩ મહિના મોડુ ભરવાની મુદત એટલે કે મોરેટોરીયમ આપવાનો વિકલ્પ ઉભો કરાયો હતો. પ્રથમ ત્રણ મહિનામાં એમબીએફસીના ૩૦ ટકા ગ્રાહકોએ આ વિકલ્પ પસંદ કર્યો હતો. દરમિયાન થોડા દિવસ પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ વિકલ્પ અમલમાં મુકયો હતો. જેનાથી હવે એમબીએફસી સામે તરલતાનો પ્રશ્ર્ન આવીને ઉભો થયો છે.

રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાના ચેરમેન શશીકાંત દાસાએ તાજેતરમાં લોકડાઉનની સ્થિતિમાં બંધ રહેલા ધંધા વ્યવસાયોના કારણે લોનના હપ્તા ન ભરી શકનારા લોન ધારકોને ૩૧ ઓગસ્ટ સુધીની છુટ આપવામાં આવી છે. જેના કારણે કાર લોન, હોમ લોન વગેરે પ્રકારની લોન લેનારા લોન ધારકોને લોનના હપ્તા ભરવામાં રાહત મળી છે પરંતુ, આ નિર્ણયથી નોન-બેન્કીંગ ફાયનાન્સ કંપની એનબીએફસીઓને હપ્તા ન મળવાથી આર્થિક તરલતાનો પ્રશ્ર્નો ઉભો થવાની સંભાવના ઉભી થશે તેમ રેટીંગ એજન્સી ઇક્રાના એક અહેવાલમાં જણાવાયું છે.

માર્ચ ૨૦૨૦ સુધીમાં મોટાભાગની એનબીએફસી કંપનીઓની બેલેન્સ શીટમાં પર્યાપ્ત આર્થિક તરલતા જોવા મળતી હતી. જે આ કંપનીઓને નિમમિત પ્રમાણમાં લોન આપવા માટે પુરતા પ્રમાણમાં હતી. પરંતુ, લોનના હપ્તા ભરવામાં લોન ધારકોને અપાયેલો વધુ ત્રણ માસ છુટતા સમયના કારણે આ કંપનીઓને લોનના હપ્તાની આવક એકદમ ઓછી થશે જેના કારણે આ કંપનીઓને આર્થિક તરલતાનો પ્રશ્ર્ન ઉભો થશે તેમ ઇક્રાના ઉપપ્રમુખ અને સેકેટર હેડ એ.એમ. કાર્તિકે જેના એક અહેવાલમાં જણાવ્યું છે આ છુટના સમયના કારણે ૩૦ થી ૭પ ટકા એનબીએફસી કંપનીઓની લોનનાી રીકવરી સ્થગિત થઇ જશે જો કે, અનેક લોન ધારકો પોતાના લોનના હપ્તાની રકમ ભરી રહ્યા છે.

આ અહેવાલમાં જણાવાયું છે કે, માર્કેટ ઇન્સ્ટ્રમેન્ટસ માટે આ મુકિત લાગુ પડતી નથી. જેમાં એનબીએફસી કંપનીઓ ૩૫ થી ૪૦ ટકાનો લોનનો હિસ્સો ધરાવે છે. નાણાકીય સંસ્થાએ સીડબી નાબાર્ડ એનએચબી સહિત દ્વારા એનબીએફસી કંપનીઓને નવા ધીરાણની મંજુરીઓ વિવિધ તબકકે પડતર છે ત્યારે એનબીએફસી કંપનીની આર્થિક પ્રવાહિતાની સ્થિતિ ખાસ કરીને નીચા રેટેડ અને નાના એકમોને નવા ભંડોળ મેળવવામાં વિલંબની સ્થિતિ મુશ્કેલી રૂપ બની શકે છે. રિઝર્વ બેંક દ્વારા લોનધારકોને લોનના હપ્તા ભરવામાં વધુ ત્રણ માસની છુટછાટ એનબીએફસી કંપનીઓની સ્થિતિમાં વધુ મુશ્કેલ બનાવી શકે છે, તેમ રેટીંગ એજન્સી ઇક્રાના અહેવાલમાં જણાવાયું છે.

આ અહેવાલમાં જણાવાયું છે કે એનબીએફસી કંપનીઓ પાસે ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન ૬ થી ૬.૫ લાખ કરોડ રૂા.ની લાંબા ગાળાની લોન પૂર્ણ થતી હોવાનો અંદાજ છે. નોન ક્ધવર્ટીબલ ડીબેન્ચર મેચ્યોરીટી નોન બેંકોની આશરે રૂ. ૨.૬ લાખ કરોડની જયારે વર્ષ ૨૦૨૦-૨૧ ના સમયગાળા દરમ્યાન મેચ્યોરીટીની રકમ આશરે રૂ. ૩ લાખ કરોડની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.