અનેક તળાવો સુકાયા પશુધનને પાણી પીવાના ફાંફા ગામડાઓની પરિસ્થિતિ ભારે દયજનક બની
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ તાલુકા મથકો કેનાલ પસાર થતી હોવા છતાં પણ ન પાણીયું સાબિત થયુ છે થોડા સમય પહેલા ’બેડાયુદ્ધ’નો વીડિયો વાઇરલ થયો હતો
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ સુરેન્દ્રનગરના ચોટીલા પંથકમાં પીવાના પાણી માટે બે મહિલાઓ વચ્ચેના બેડા યુદ્ધનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ચોટીલા તાલુકામાં 42 ડિગ્રી તાપમાનમાં બેડાથી બે મહિલાઓ યુદ્ધે ચડેલી અને એકબીજાના માથામાં બેડાં ફટકારતી જોવા મળી હતી. જો કે પાણી માટેની આ લડાઇનો વીડિયો પંથકમાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનું ઢાંકી પમ્પિંગ સ્ટેશન એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન છે, જેમાંથી કુલ પાંચ પમ્પિંગ સ્ટેશનમાં હેવી વોલ્ટેજ મોટરોથી પાણી પમ્પિંગ કરીને સુરેન્દ્રનગર ધોળીધજા ડેમની સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને ભાવનગર સુધી પહોંચાડવામાં આવે છે.
એમાં તંત્ર નેવાના પાણી મોભે ચઢાવે એ વાત સાચી ઠરી છે. ગેરકાયદે જોડાણોને કારણે અમને પાણી મળતું નથી નર્મદા લાઇનમાં પાણી ઓછું આવે છે. 2 બોર છે. 1 બોરની મોટર બળી ગઈ છે. વિઠ્ઠલગઢથી જે લાઈન નાંખવામાં આવી છે તેમાં મોટી કઠેચી ગામના લોકોએ ગેરકાયદે કનેક્શનો લઈ લેતા અમારા ગામ સુધી પાણી પહોંચી શકતું નથી. મેં ટીડીઓ પાસે પાણીના વધુ ટેન્કરની માગ કરી છે.
તેમ બચુભાઈ સાપરા, સરપંચ, નાની કઠેચીએ જણાવ્યું હતુ. સાયલા તાલુકાના સુદામડા, ધાંધલપુર, ડોળિયા સહિત 20 જેટલા ગ્રામ્ય વિસ્તારના સિંચાઇના અને 139 નાના તળાવો ખાલીખમ જોવા મળી રહ્યાં છે. વરસાદની ખેંચના કારણે ઉનાળાના કપરા દિવસોમાં ખેડૂતો, મહિલા અને પશુપાલકો માટે આશિવાદ રૂપ બનેલા તળાવો સુકાયેલી સ્થિતિએ જોવામાં આવતા ગરમીના દિવસોમાં મહિલાઓની દોડધામ વધશે. સરકાર તમામ તળાવોને નર્મદાના પાણી દ્વારા ભરવામાં આવે તેવી પશુપાલકોની મંગ ઉઠી છે. સાયલા તાલુકાના જમીનના તળમાં તુરુ અને ખારુ પાણી હોવાના કારણે અનેક ગામો નર્મદાના નીર અને વરસાદી પાણી આધારિત તળાવો એક માત્ર પાણીનો સ્ત્રોત જોવા મળે છે.