કચ્છના ભચાઉ તાલુકાની આંગણવાડીઓમાં દર મહિને લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ તેનું રાશન લાભાર્થી સુધી પહોંચતું ન હોય તેમ જંગી ગામના વોકળામાં ફેંકી દેવાયેલું નજરે પડ્યું હતું. રાશનની વસ્તુઓમાનું એક સગર્ભા મહિલાઓને અપાતું આયોડીન નમક વોકળામાં ફેંકી દેવાયેલું નજરે પડ્યું
આ બાબતે તંત્ર દ્વારા તપાસ કરાય તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે.કેટલાક જાગૃત વાલીઓએ ઉઠાવેલા આક્ષેપ મુજબ આંગણવાડીના સંચાલકો દ્વારા બાળકોને કોઈ જાતનો નાસ્તો કે ફ્રૂટ આપવામા આવતા નથી. માતા અને સગર્ભા બેહનોને સુખડી અને આયોડીન નમક જેવી વસ્તુ આપવાની હોય છે પણ તે લાભાર્થી સુધી પોંહચતા નથી.
કેટલાક જાગૃતોએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, સુખડીના પેકેટ પશુપાલકોને વેચી મરાય છે તાલુકાના જંગી ગામના વોકળામાં આંગણવાડીનું રાશન ફેંકી દેવામાં આવ્યું હતું જેની તપાસ કરવામાં આવે. ભચાઉ કલેકટર કચેરી અને આઈસીડીએસ અધિકારી ઘટતું કરે તેવી માગ ઉઠી.