જય વિરાણી, કેશોદ

કેશોદ તાલુકા સેવા સદનના રેવન્યું વિભાગમાં શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી મિલકત ધારકોની વારસાઈ તેમજ વેચાણ દસ્તાવેજ જેવી જુદી જુદી નોંધ પાડવામાં આવતી નથી તેથી 7 વર્ષથી મિલકત ધારકો હેરાન પરેશાન બન્યાં છે. આ સમસ્યાનો ઝડપથી નિકાલ થાય તેવું મિલકતધારકો ઈચ્છિ રહ્યાં છે તેવા સંજોગોમાં જીલ્લા કક્ષાએ ગુજરાત સરકાર મંત્રી જુનાગઢ જીલ્લા પ્રભારી અરવિંદભાઇ રૈયાણી હાજર રહેતાં કેશોદ ભાજપ શહેર સંગઠન પ્રમુખ પ્રવિણભાઈ ભાલાળાએ હાથોહાથ પત્ર આપી રેવન્યું નોંધ પાડવા બાબતે કાયમી ઉકેલ આવે તેવી રજૂઆત કરી હતી.

પત્રમાં જણાવાયું કે સરકાર દ્વારા પ્રોપર્ટી કાર્ડ માટે 2016 માં યોજના બનાવવામાં આવી છે. ત્યારથી આ યોજના હેઠળ કોઈ ખાસ પ્રગતિ જોવા મળી નથી. હજુ એવી ઘણી મિલકતો છે કે જે બિનખેતી થયા બાદ સીટી સર્વેમાં તેની નોંધણી થઈ નથી જેની યાદી સીટી સર્વે પાસે નથી. જયારે રેવન્યું વિભાગ અરજદારને સીટી સર્વેમાં ધકેલી સંતોષ માને છે. સામાન્ય રીતે પ્રોપર્ટી કાર્ડ બને તે પહેલાં સીટી સર્વે વિભાગે ઈ ધરા વિભાગમાંથી તમામ માહિતીઓ મેળવવાની થતી હોય છે જયાં સુધી સીટી સર્વે વિભાગ સક્ષમ ન બને ત્યાં સુધી વ્યવસ્થાના ભાગરૂપે તમામ નોંધણીની કાર્યવાહી ઈ ધરાએ કરવાની થતી હોય છે.

જેના માટે અનેક વિકલ્પ હોય છે તેમ ન થતાં અન્ય તાલુકાઓમાં વૈકલ્પિક નાેંધ પડતી હોય જેની ફરીયાદ આધારે કલેક્ટરે હુકમ પણ કર્યા તેમ છતાં રેવન્યું વિભાગની નાસમજના કારણેે પરીપત્રને દ્વિઅર્થી બનાવી દઇ નોંધ પાડવાની કામગીરી અટકેલી પડી છે. કારણે મિલકતધારકાે 7 વર્ષથી ખરાબ પરીણામ. ભાેગવી રહ્યાં છે. સીટી સર્વે કચેરીમાં પુરતો સ્ટાફ આપી કાયમી ધોરણે ઓફીસ ખુલી રહે તેવી માંગ કરવામાં આવી છે. જુદી જુદી નોંધ ન પડવાથી મિલકતધારકોને આર્થીક માર પડી રહ્યો છે અને કોર્ટ કચેરીના ધક્કા તેમજ પરીવાર વચ્ચે વૈમનસ્ય વધી રહ્યું છે. જેની અનેક જગ્યાએ રજૂઆતો થઈ ચુકી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.