મચ્છુ-૧ ડેમ સાત ફૂટે ઓવરફ્લો,મચ્છુ-૨ના ૨૮ દરવાજા અને મચ્છુ-૩ના ૧૬ દરવાજા ખોલી નખાતાં મોરબી જિલ્લામાં નદીઓ ગાંડીતૂર
મોરબી પંથકમાં ગઈકાલે રાતથી શરૂ થયેલા ભારે વરસાદ ઉપરાંત ચોટીલા પંથકમાં આભ ફાટવા જેવી પરિસ્થિતી ને કારણે મોરબી,માળિયા અને વાંકાનેરની સ્થિત અતિ ગંભીર બની જવા પામી છે ૧૯૭૯ ની હોનારત ની યાદ અપાવે તેવી સ્થિતિમાં ગઈકાલ રાતથી સેંકડો લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રે આઠ વાગ્યા બાદ મોરબી જિલ્લામાં શરૂ થયેલ વરસાદને કારણે તંત્ર દ્વારા અગમચેતી વાપરી માળિયા અને મોરબી તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.અને મચ્છુ નદી તથા ત્રણેય મચ્છુ ડેમના હેઠવાસના વિસ્તારોમાં અત્યારે પણ લોકો ને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
દરમિયાન ચોટીલા પંથકમાં દશ થી બાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા મચ્છુ૧ ડેમ ૭ ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે અને પાણીની જોરદાર આવક થતા મચ્છુ૨ તથા મચ્છુ૩ ડેમમાં ૨૨૬૨૦૮ કયુસેક લીટર પાણી નો ઇન્ફલો આઉતફલો જઈ રહ્યો હોવાનું સિંચાઇ વિભાગ ના સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે
દરમિયાન આજે સવારથી મચ્છુ નદીનું પાણી શહેરના નીચાણવાળા રબારીવાસ, હરિજન વાસ, સહિતના ભાગોમાં ઘુસી જતા યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી સહિતના સેવાભાવી યુવાનો દવરા ૧૦૦૦ થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવીરહ્યા હોવાની વિગતો સાંપડી રહી છે.
વધુમાં પાણીની આવક વધતા મચ્છુ૨ ડેમના ૨૮ દરવાજા અને મચ્છુ૩ ડેમના ૧૮ દરવાજા ખોલી નખાયા છે પરિણામે મોરબી શહેરમાં થી પસાર થતી મચ્છુ નદી દરિયાની જેમ ઘૂઘવાટા મારી રહી છે અને પાડા પુલની ગોળાઈ સુધી જલસ્તર પહોંચી ગયું છે.