કોંગ્રેસ અગ્રણીએ ચૂંટણી પંચ કમિશનરને પત્ર લખ્યો
મોરબીમાં તાજેતરમાં યોજાયેલ પેટા ચૂંટણીમાં સત્તાધારી પક્ષ દ્વારા અનેક અપક્ષ ઉમેદવારો ઉભા રાખી ચુંટણી માહોલ બગડેલ છે તેમજ ચુંટણીનું પ્રુથકરરણ કરતા ભયાનક નાણાકીય ગેરરીતી કરવામાં આવી હોય તેવા ગંભીર આક્ષેપો સાથે રાજ્યના ચૂંટણીપંચને પત્ર લખવામાં આવ્યો છે
મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ રાજ્યના ચૂંટણીપંચ કમિશ્નરને પત્ર પાઠવી જણાવ્યું છે કે સત્તાધારી પક્ષે ચૂંટણી જીતવા ચોક્કસ કોમના કોંગ્રેસના અન્બ્લોક મતો તોડવા માટે એકથી અનેક લઘુમતી ઉમેદવારોને ઉભા રાખેલ અને તમામ આર્થિક મદદ સાથે તમામ સવલતો આપી હતી જે ઉમેદવારો ઉભા રાખવા પુષ્કળ નાણા અપાયેલ છે અને આગળ વધીને ઉમેદવારોને એક મતના રૂપિયા બેથી પાંચ હાજર સુધીની રકમ ચુકવવામાં આવી છે મતદાન અટકાવવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી સત્તાધારી પક્ષ દ્વારા અનેક વિસ્તારમાં અનેક બુથ પર સેમી બુથ ઉભા કરી મતદારોના કાર્ડ ખરીદી એક મતના રૂપિયા એક હજાર આપી મતદાન ના કરવા મતદારોને પ્રેર્યા હતા
ત્યારે આ ચુંટણીમાં ઉભા રાખેલ ઉમેદવારોની સામાજિક, આર્થિક અને રાજકીય કાર્યની તેમજ અન્ય શું પ્રવૃતિઓ છે તે તમામ વિગતો મેળવવી જોઈએ જેથી જાણવા મળે છે કે ઉભેલ ઉમેદવારોમાંથી મહદઅંશે સામાન્ય કક્ષાના રહેલ છે આ ચૂંટણીમાં સત્તાધારી પક્ષ દ્વારા નાણાનો જે ખુલ્લેઆમ ગેરઉપયોગ થયો છે તે તથા અઢળક નાણા ક્યાંથી આવ્યા અને કોણે પુરા પાડ્યા તે બાબતની સંપૂર્ણ તપાસ થવી જોઈએ ચૂંટણી જીતવા માટે સત્તાધારી પક્ષે જેલમાં બંધ ગુંડાઓને જામીન અપાવી મતદાન કરાવવાના કામે લગાડવાની પણ વ્યાપક લોકચર્ચા છે જેથી યોગ્ય તપાસ કરવા માંગ કરી છે