સમગ્ર ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિ મુજબ સમગ્ર ગુજરાતના મોટાભાગના હાઈવે ઉપર રોજબરોજ નાના-મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે તેવા સંજોગોમાં ધોળકા નજીક ઇકો કાર અને ટેન્કર વચ્ચે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો છે અકસ્માતના પગલે પાંચ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે અન્ય ચાર જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
મળતી વિગત અનુસાર આજે વહેલી સવારે ધોળકા હાઈવે નજીક ઇકો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે અકસ્માતના પગલે ઘટના સ્થળે જ પાંચ લોકોએ જીવ ગુમાવતા હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે પાલીતાણા ની પરિક્રમા કરી ખંભાત પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડયો છે પાંચ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે ક્યારે હાલની પરિસ્થિતિ મુજબ તમામને ખંભાત હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
1637383635348
માહિતી મેળવતા બહાર આવ્યું છે કે ઇકો કાર માપ પ્રવાસ કરી રહેલો પરિવાર ખંભાત થી પાલીતાણા ની પરિક્રમા કરી પરત ફરતો હતો ત્યારે વટામણ ચોકડી થી ભાવનગર જવાનો રોડ પર કોઈ કારણોસર ટેન્કર સાથે ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.. અકસ્માતમાં પાંચ લોકોના ઘટના સ્થળે મોત થયા છે જ્યારે અન્ય ચાર થી પાંચ લોકોને સારવાર માટે ખંભાતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા પોલીસે તપાસ નો તખ્તો તૈયાર કર્યો છે.
ત્યારે હાલ આ મામલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે અને હાઇવે ઉપર જે પાંચ લોકોના અકસ્માતમાં મૃત્યુ થયા છે તેમની ડેડબોડી પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને આ મામલે પરિવારજનોને જાણ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે ક્યારે અકસ્માતના પગલે હાઇવે ઉપર લાંબી વાહનોની લાઈનો લાગી છે તે હટાવવાની કામગીરી પણ પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.