પૂ. મુકતાનંદજીબાપુના 64માં પ્રાગટય દિવસે
સર્વરોગ નિદાન કેમ્પ, સ્કુલ કીટ વિતરણ, રાશન કિટ વિતરણ જેવા વિવિધ સેવાકાર્ય
અખીલ ભારતીય સાધુ સમાજના રાષ્ટ્રીય અઘ્યક્ષ મુકતાનંદજીબાપુ 64માં પ્રાગટય દિવસે વિસાવદર પત્રકાર સેલ માનવસેવા સમીતી મેડીકલ સાધન સેવા સમીતી સમભાવ મિત્ર મંડળ તેમજ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સમાજના ખરા સેવાના ભેખધારી પૂ. બાપુના પ્રાગટય દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ પૂ. બાપુ દ્વારા એવો સંદેશો આપવામાં આવેલ કે, આપણે સમાજને કંઇક ઉપયોગી થાય અને કોઇ માનવ જીવને નવું જીવન પ્રાપ્ત થાય તેવા હેતુના કાર્ય કરવા જોયે. કેક કાપવી કે ભોજન કરીને પ્રાગટય દિવસ મનાવવો તેના કરતા કોઇને જીવનદાન મળી એ તેવું બ્લડ ડોનેશનના કેમ્પ યોજો અને જરુરીયાત મંદને તે મળી રહે તેવું ખાસ જણાવેલ આ પ્રસંગે ગુજરાતભરમાં તેમજ પંજાબ, કેનેડા, આફ્રિકા, અમેરીકા જેવા દેશમાં વસતા પૂ. બાપુના અનુયાયો દ્વારા સ્કુલ કીટ વિતરણ, રાશન કિડ વિતરણ, સર્વરોગ
નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન ના કાર્યકમો યોજવામાં આવેલા. આ પ્રસંગને ખુબ આદર સત્કારથી જનતાએ વધાવી લીધેલ અને ખુબ બ્લડ ડોનેશન કરેલ. આ પ્રસંગે સતાધારમાં મહંત વિજયબાપુ, સુરેવધામ થી સદાનંદબાપુ, કાદવાડીથી બળવંતપુરીબાપુ તથા સ્વ. ગુરુકુલ મુકુંદસ્વામી તેમજ પ્રાંત અધિકારી પ્રશાંત મુઁગડા, મામલતદાર પટેલ, તમેજ પી.આઇ. નિરવ શાહ, પીજીવીસીએલના અપોણીયા તેમજ માનવ સેવા સમીતીના પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા, રમણીકભાઇ ગોહેલ, સદભાવ મિત્ર મંડળના ઇલ્યાસભાઇ ભારમલ, મેડીકલ સાધન કમીટી ચંદ્રકાંત વિજય લાલણી, પદમાણી ભાઇ, ઉપસ્થિતિ રહીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ છ.ે. જેથી જરુરીાયત મંદ થેલેસેમીયા દર્દીઓને બીજા અન્ય જરુરીયાત વાળાને બ્લડ મળી રહે તેવા ઉમંદા વિચારથી આ કાર્ય સૌવાના સહીયાર પ્રયાસથી સફળ થયેલ પુ. બાપુના પ્રાગટય દિવસથી વિસાવદરના તમામ સંસ્થાઓ હોદેદારો પૂ. બાપુને પ્રાગટય દિવસની શુભેચ્છા પાઠવી ચાપરડા બ્રહ્માનંદ ધામ ગયેલ ને બાપુના આશીર્વાદ મેળવેલ.