ટેનિસ રમવા માટે ટાઇગર વુડસને આપી ‘ક્રેડિટ’
લોન ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ ફરી મેદાને આવી છે અને યુએસ ઓપન ટુર્નામેન્ટમાં ત્રીજા રાઉન્ડમાં પહોંચી છે જેના માટે સેરેનાએ ટાઈગર વુડ્સ ને ક્રેડિટ આપી હતી અને કહ્યું હતું કે આજે જે તે તેની જ રમે છે તેની પાછળનું મુખ્ય કારણ ટાઈગર વુડ્સ છે અને તેની પ્રેરણા છે.
સેરેના વિલિયમ્સે યુએસ ઓપન 2022ના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો ચેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરવા માટે તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. 2021ની રનર અપ લેયલા ફર્નાન્ડિઝ અને સેમિ ફાઇનલિસ્ટ મારિયા સક્કારી બીજા રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ છે . યુએસ ઓપન બાદ નિવૃત્તિ લેવાનો સંકેત આપનાર 40 વર્ષીય સેરેનાએ બીજા રાઉન્ડમાં બીજી ક્રમાંકિત એન્નેટ કોન્ટાવિટને 7-6(4), 2-6, 6-2થી પરાજય આપ્યો હતો.
યુએસ ઓપન વિમેન્સ સિંગલ્સમાં, ક્રમાંકિત ખેલાડીઓએ ખરાબ રમતના પગલે આઉટ થઈ રહ્યા છે કારણ કે, અગાઉની બે ચેમ્પિયન નાઓમી ઓસાકા અને એમ્મા રાદુકાનુ પહેલાથી જ બહાર થઈ ગઈ છે અને હવે ફર્નાન્ડીઝ અને સક્કારીના નામ પણ આ યાદીમાં ઉમેરાઈ ગયા છે. સેરેના વિલિયમ્સે ઉમેર્યું હતું કે તે જે કપરા સમયમાંથી પસાર થઈ રહી હતી તેમાં ટાઈગર સાંત્વના પાઠવી તેને જોઈ તે ફરી રમવા માટે પ્રેરિત થઈ અને પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપવાનું શરૂ કર્યું.