૩૭ વર્ષીય સેરેનાએ વિમ્બલડનમાં ૯૭મી જીત હાંસલ કરી
સેરેના વિલિયમ્સે અમેરિકી ખેલાડી એલિસન રિસ્કેસાથે ત્રણ સેટ પર ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં જીત હાંસલ કરીને વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં ૧૨મી વાર સેમીફાઈનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાતવાર ચેમ્પીયન રહી ચુકેલી સેરેનાએ રિસ્કેને ૬-૪, ૪-૬, ૬-૩થી હરાવ્યા છે. આ મેચમાં સેરેનાએ છેલ્લે પોતાના અનુભવનો ફાયદો ઉઠાવ્યો કેમકે રિસ્કેને બે કલાક સુધી ચાલેલા મેચમાં ઘણો સંઘર્ષ કરાવ્યો. ૩૭ વર્ષિય સેરેના વિમ્બલ્ડનમાં પોતાની ૯૭મી જીત હાંસલ કરી છે.
સેરેના સેમીફાઈનલમાં ફ્રેન્ચ ઓપનની ફાઈનલિસ્ટ બ્રિટિશ ખેલાડી પોહાના કોટા અને ચેક ગણરાજયની બારબોરા સ્ટ્રીકોવા વચ્ચે રમાનારી મેચની વિજેતા સાથે રમશે રિસ્કેએ ત્રીજા સેટમાં આઠમી ગેમમાં ચોથા બ્રેક પોઈન્ટ પર ડબલ ફાસ્ટ કર્યું ત્યારબાદ સેરેનાએ પોતાની સર્વીસ પર મેચ જીતી પહેલા સેટમાં સેરેનાએ બે અવસરો પર પોતાની સર્વીસ ગુમાવી પરંતુ તેમણે યોગ્ય સમય પર રિસ્કેની સર્વીસ તોડી અને સેટ પોતાના નામે કર્યો બીજા સેટમાં રિસ્કેએ નવમી ગેમમાં બ્રેક પોઈન્ટ લઈ ૫-૪ થી આગળ રહ્યા અને પછી પોતાની સર્વીસ પર આ સેટ જીતી ને મેચને ત્રીજા અને નિર્ણાયક સેટ સુધી ખેંચી.