ફ્રેન્ચ  ઓપન ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટના આયોજકોએ સેરેના વિલિયમ્સને ક્રમાંક આપવાની ના પાડ્યા બાદ વિવાદ ઊભો થયો છે.

પોતાના પ્રથમ બાળકના જન્મ બાદ અમેરિકાની દિગ્ગજ ટેનિસ ખેલાડી પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમમાં રમવા જઈ રહી છે પરંતુ તેને બિનક્રમાંકિત ખેલાડી તરીકે રમવું પડશે.

જોકે, આને લઈને વિવાદ સર્જાયો છે અને ઘણા નિષ્ણાતોએ સ્પોર્ટ્સમાં મહિલાઓ અને તેમના માતૃત્વની નીતિમાં ફેરફાર કરવો જોઈએ તેવા માણગી પણ કરી છે.

અમેરિકન મીડિયામાં આને લઈને વધારે હોબાળો જોવા મળ્યો હતો. યુએસએ ટુડેએ લખ્યું હતું કે ફ્રેન્ચ ઓપને સેરેના વિલિયમ્સને તેનું બાળક થયું હોવાની સજા આપી છે. ૩૬ વર્ષીય સેરેનાએ સપ્ટેમ્બરમાં પોતાના પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો અને તે ફરીથી ટેનિસ કોર્ટમાં આવવાનો પ્રયાસ કરી રહી છે.

તે એક વર્ષથી વધુ સમય સ્પર્ધામાંથી બહાર રહી હતી જેના કારણે તેના રેન્કિંગમાં પણ ઘટાડો થયો છે.૩ ગ્રાન્ડ સ્લેમ વિજેતા સેરેનાએ વર્તમાન સિઝનમાં ઈન્ડિયન વેલ્સ અને માયામીમાં મળીને કુલ ચાર મેચ રમી છે.

હાલમાં રેન્કિંગમાં તે ૪૪૯માં ક્રમાંકે છે. આટલા નીચા રેન્કિંગમાં કોઈ પણ ખેલાડી મુખ્ય ડ્રો માટે ક્વોલિફાઈ થઈ શકે નહીં. જો ખેલાડીને વાઈલ્ડ કાર્ડ આપવામાં આવે તો સેરેના વિલિયમ્સ સીધી મુખ્ય ડ્રોમાં રમી શકે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.