એપીએમસી એકટમાં સુધારા થતા ખેડૂત બજાર સિવાયના વિસ્તારમાં ખેત ઉપજ વેંચી શકશે: જામનગરમાં કૃષિ મંત્રીની પત્રકાર પરિષદ યોજાઈ
એપીએમસી એકટમાં સુધારા થતાં ખેડૂત હવે દેશના કોઈપણ ભાગમાં અને બજાર વિસ્તારની બહાર પણ પોતાની ખેત ઉપજ વેંચી શકશે તેમ રાજ્યના કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, ભાગલાવાદી પરિબળો ભ્રમિક પ્રચાર કરી ખેડૂતોને ભરમાવે છે. રાજ્યના કૃષિમંત્રીએ જામનગર ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રમાં ભાગલાવાદી પરિબળો ભ્રામક પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ખેડુતોએ તેનાથી દૂર રહેવું જોઈએ જામનગરમાં યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં ખેડૂતોના હિતમાં કૃષિ વિષયક સુધારા વિધેયક પ્રસાર કરવામાં આવ્યો છે જેના થકી ખેડુતોને તેના પકનો પોષણક્ષમ ભાવ મળશે.બજારમાં સ્પર્ધાનું વાતાવરણ કેળવાય જેથી ખેડૂતોને પોતાની જાણસીનો સારો ભાવ માળી રહે. પરંતુ ભાગલાવાદી પરિબળોના ભ્રામક પ્રચારથી ખેડૂતોમાં આ વિધેયકને લઈને ગેરમાન્યતાઓ ઉત્પન્ન કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે ખેડૂતો માટે કૃષિ મહોત્સવનો પ્રારંભ કર્યો હતો અને સાથે જ સોઈલ હેલ્થ કાર્ડ દ્વારા ખેડૂતોને પોતાની ધરતીની તાસીર જાણી નવા પાકો લઇ શકે અને ખેડૂત વધુ સમૃધ્ધ બની શકે તે માટે પણ પહેલ કરી હતી ત્યારે આ નવા ત્રણ વિધેયક પણ ખેડૂતોના હિતમાં છે.પ્રથમ એપીએમસી એકટમાં સુધારા થકી હવે દેશની અંદર દેશનો કોઈપણ ખેડૂત પોતાના બજાર વિસ્તારની બહાર પણ પોતાની ચીજ વસ્તુ વેચી શકશે અને દેશનો કોઈપણ વેપારી ખરીદી કરી શકશે જેથી કોઈપણ ખેડૂતને પોતાની વસ્તુનો ભાવ વધુ સારો શકશે. અને સાથે જ એપીએમસી એકટ અનુસાર જે પહેલા ડાયરેકટ ખરીદી કરનાર વેપારી ગુનેગાર ગણાતા તેઓને પણ હવે લાઇસન્સ પ્રથામાંથી મુક્ત થઈ ગુણવતાલક્ષી વસ્તુ પોતે ખરીદી શકશે. સાથે જ એપીએમસી એકટનો કાયદો બંધ થઈ જશે તે માન્યતા તદ્દન ખોટી છે.આ પત્રકાર પરિષદમાં પ્રદેશ ભાજપના અગ્રણી રાજુભાઇ ધ્રુવ ઉપસ્થિત રહી સૌનું સ્વાગત કર્યું હતું તથા સાંસદ પૂનમબેન માડમ,જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમાલભાઈ કાગઠરા અને હોદેદારો તથા મીડિયા સેલના ભાર્ગવ ઠાકર,આશિષ કંટારીયા હાજર રહ્યા હતા.