સુરતના એક દંપતીના ફેમીલી કોર્ટે કરેલા ડીવોર્સને હાઇકોર્ટે નકાર્યા
ફકત અલગ રહેવાથી છુટાછેડા થઇ શકે નહિ તેવી ચુકાદો એક કેસની સુનાવણી દરમીયાન ગુજરાત હાઇકોર્ટે આપ્યો છે. પતિ-પત્ની ફકત અલગ રહેતા હોય તો ડીવોર્સ શકય ન બને. સુરતના એક દંપતી વચ્ચે મતભેદોથી તેઓનો ફેમીલી કોર્ટે ડીવોર્સ કર્યો હતો. પરંતુ હવે આ ડીવોર્સને હાઇકોર્ટે કેન્સલ કરી દીધા છે.
મામલો એવો છે કે સુરતના દંપતિ છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી અલગ રહેતા હતા. વર્ષ ૨૦૦૯માં મે માસમાં તેમના લગ્ન થયા હતા અને તે જ વર્ષે ઓગસ્ટ માસમાં પત્ની પતિને છોડીને ચાલી ગઇ હતી. ફેમીલી કોર્ટમાં પતિએ દાવો કર્યો કે, તેની પત્ની લગ્ન બાદ ૧૫ દિવસ જ તેની સાથે રહી હતી અને બે વર્ષથી અલગ રહી છે. જેથી છુટાછેડા જોઇએ છે ફેમીલી કોર્ટે ફેબ્રુઆરી ૨૦૧૭માં છુટાછેડાનો આદેશ કર્યો. ત્યારબાદ પત્નિએ આ કેસનો હાઇકોર્ટમાં પડકાર્યો પત્નીનું કહેવું છે કે તેના પતિનો અફેર હોવાથી તે જયારે આ બાબતે પુછતી ત્યારે પતિ તેને ધમકાવતો અને ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપતો આથી ઘર છોડીને જતુ રહેવું પડયું.
પતિએ દલીલ કરી હતી કે પત્નીને ઘરે પાછી આપવા કહ્યું હતું અને નોટીસ પણ મોકલી હતી.
હાઇકોર્ટે બંન્ને પક્ષની દલીલો સાંભળી આ દંપતિના ડીવોર્સ અટકાવ્યા હતા અને કહ્યું હતું કે માત્ર અલગ રહેતા હોવાથી ડીવોર્સ કરી ન શકાય હાઇકોર્ટના ન્યાયાધીશોની બેંચ અકીલ કુરેશી, એ.વાય. કોગ્જેએ આ કેસની સુનાવણી હાથ ધરી હતી. પતિએ પત્નીને ઘર છોડવા મજબુર કરી અને ઘરે પાછી લાવવાના પ્રયત્ન પણ ન કર્યા આ બાબતે ઘ્યાન દોરી હાઇકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે અને બંન્નેના ડીવોર્સ કેન્સલ કર્યા હતા.