ગોંડલના ભાવેશભાઈ હસુભાઈ ધકાણે તેના બનેવી ભાવેશભાઈ લલીતચંદ્ર જગડા રહે.ગોંડલવાળા પાસેથી રૂ.૨૬,૫૦,૦૦૦/- સંબંધની રૂએ હાથ ઉછીના લીધેલ હતા.
જે રકમ પેટે ભાવેશભાઈ હસુભાઈ ધકાણે ઈન્ડસ ઈન્ડ બેંક, રાજકોટ શાખાનો ચેક નં.૦૦૦૫૩૫ નો રૂ.ચાર લાખનો તથા બીજો ચેક એચડીએફસી બેંક રાજકોટ શાખાનો ચેક નં.૪૩૭૯૬૮નો રૂ.૨૨,૫૦,૦૦૦ નો આપેલ સદરહું બંને ચેકો ભાવેશભાઈ લલીતચંદ્ર જગડાએ તેની બેંકમાં નાખતા ચેક નં.૦૦૦૫૩૫ રૂ.૪ લાખનો એકાઉન્ટ કલોઝના શેરા સાથે
તા.૨૦/૧૦/૨૦૦૮ના પરત ફરેલ જયારે એચડીએફસી બેંક રાજકોટ શાખાનો ચેક નં.૪૩૭૯૬૮નો રૂ.૨૨,૫૦,૦૦૦નો તા.૨૦/૧/૨૦૦૯ના રોજ એકાઉન્ટ કલોઝના શેરા સાથે ફરતા નેગો ઈન્સ્ટુ એકટ અન્વયે નોટીસ આપેલ છતાં બંને ચેક મુજબની કુલ રકમ રૂ.૨૬,૫૦,૦૦૦ નહીં આપતા ભાવેશભાઈ હસુભાઈ ધકાણ વિરુઘ્ધ નેગો ઈન્ડસ્ટુ એકટ ક.૧૩૮ અન્વયે નામ ગોંડલ કોર્ટમાં ફો.કે.નં.૨૨૭૫/૦૮ તથા ફો.કે.નં.૪૫૪/૦૯થી બે ફરિયાદો ભાવેશભાઈ લલીતચંદ્ર જગડાએ દાખલ કરેલ છે.
બંને કેસો ચાલી જતા ફો.કે.નં.૨૨૭૫/૦૮ના કામે ગોંડલના મહે.જજ કાપડીયા સાહેબે તા.૧૫/૫/૨૦૧૮ના રોજ આરોપી ભાવેશભાઈ હસુભાઈ ધકાણે નેગો.ઈન્સ્ટુ એકટની ક.૧૩૮ના ગુનામાં દોષીત ઠરાવી એક વર્ષની સખત કેદની સજા તથા ચેક કરતા ડબલ રકમનો દંડ કરવામાં આવેલ એટલે રૂ.૮ લાખ બંને તે રકમ ફરીયાદીને ચુકવવાનો હુકમ કરેલ છે.
તેમજ ફો.કે.નં.૪૫૪/૦૯ના કામે ગોંડલના મહે.જજ રાવલ તા.૨૮ મે ૨૦૧૮ના રોજ આરોપી ભાવેશ હસુભાઈ ધકાણને નેગો ઈન્સ્ટુ એકટની ક.૧૩૮ અન્વયે દોષિત ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા તથા રૂ ૨૨,૫૦,૦૦૦નો દંડ કરેલ તેમજ આરોપી ભાવેશ હસુભાઈ ધકાણ જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવે છે.
આરોપી ભાવેશ હસુભાઈ ધકાણે ફો.કે.નં.૪૫૪/૦૯ના કામે દંડની રકમ રૂ.૨૨,૫૦,૦૦૦ ગોંડલ કોર્ટમાં જમા નહીં કરાવતા નામ.સાહેબે આરોપીનું જેલ વોરંટ ભરી જેલ હવાલે કરેલ છે. બંને કેસોમાં ફરિયાદી ભાવેશ લલીતચંદ્ર જગડાના વકીલ તરીકે ગોંડલના વિ.વ.એસ.એચ.સોરઠીયા તથા મયુર એસ.સોરઠીયા ગોંડલના રોકાયેલ હતો.