લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલાના ઇન્ચાર્જ સર્કલ પોલિસ ઈન્સ. ડી.એમ.ઢોલ તથા બામણબોર ઇન્ચાર્જ પો.સ.ઇ. જે.જે.ચૌહાણ તથા સ્ટાફના  હે.કો. હરદેવસિંહ, મનસુખભાઈ, દિનેશભાઈ ગઢવી, રાયધનભાઈ, ફારુકભાઈ, સહિતની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના આણંદપુર રોડ ઉપર ગામ પાસે *અમરેલી જિલ્લામાં ચકચારી સિલાણા હત્યાકાંડમાં સજા પામલ તથા બીજા એક ખૂનના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી જામીન ઉપર છૂટી કોર્ટમાં હાજર નહિ થતાં અમરેલી જિલ્લાના નામચીન આરોપી જગુભાઈ ટપુભાઈ વાળા જાતે કાઠી દરબાર ઉવ. ૭૦ રહે. સરંભડા તા.જી. અમરેલીને પકડી પાડી, ધરપકડ* કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ સને ૨૦૧૦ ના એક ખૂન ના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી, એડિશનલ સેશન્સ કોર્ટ, અમરેલીનું વોરંટ પેન્ડિંગ હોઈ, આ બાબતે અમરેલી જિલ્લા પોલીસને જાણ કરવામા આવેલ છે.

અમરેલી પોલીસ દ્વારા આરોપી જગુભાઈ ટપુભાઈ વાળા નો કબજો મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ *આરોપી જગુભાઈ ટપુભાઈ વાળા મૂળ અમરેલી જિલ્લાના સરંભડા ગામનો વતની છે અને સને ૧૯૭૫ સાલમાં અમરેલી જિલ્લાના બગસરા પાસે સિલાણા ગામ ખાતે થયેલ ચર્ચાસ્પદ સિલાણા હત્યાકાંડ, કે જેમાં ૬ વ્યક્તિઓના ખૂન થયા હતા, એ ગુન્હાનો નામચીન કુખ્યાત ૧૫ વર્ષ  જેલ વાસ ભોગવી આવેલ આરોપી છે. ત્યારબાદ સને ૨૦૧૦ ની સાલમાં પણ તા. ૨૨.૦૫.૨૦૧૦ ના રોજ પોતાના સરંભડા ગામની સીમમાં જમીનના ઝઘડામાં પોતાના જ ગામના જયરાજ ઉર્ફે ઘોઘો પીઠાભાઈ વાળા કાઠી દરબાર ઉવ. ૩૫ નું પકડાયેલ આરોપી તથા પોતાના ભાઈઓ દિલુભાઈ ટપુભાઈ, દાદાભાઈ ટપુભાઈ, ભરતભાઈ ટપુભાઈ સહિતના આઠ જેટલા આરોપીઓ દ્વારા ફાયરિંગ કરી, ખૂન કરવામાં આવેલ હતું અને આરોપી જામીન ઉપર છૂટ્યા બાદ, તેનો કેસ અમરેલીની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલતો હતો.

પરંતુ, જામીન ઉપર છૂટ્યા બાદ આ પકડાયેલ આરોપી છેલ્લા પાંચ વર્ષથી નામદાર કોર્ટમાં હાજર થયેલ નહિ અને ફરાર થઈ ગયેલ હતો. નામદાર કોર્ટ દ્વારા અવાર નવાર પકડ વોરંટ કાઢવા છતાં આરોપી મળી આવતો ના હતો. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અવાર નવાર ચેક કરવામાં આવતા તથા તેના સંભવિત સ્થાનોમાં તપાસ કરવા છતાં આરોપી મળી આવતો ના હતો અને પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો* હતો. જે આજરોજ પેટ્રોલિંગ દરમિયાન *ભૂતકાળમાં અમરેલી જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા પીએસઆઇ જે.જે. ચૌહાણને મળેલ બાતમીના આધારે આણંદપુર રોડ ઉપરથી પકડી પાડી, ધરપકડ* કરવામાં આવેલ હતી….

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.