લગ્ન પ્રસંગમાં લાયસન્સવાળા હથિયારમાંથી ફાયરિંગ કરી ખુશી વ્યક્ત કરનાર સામે પણ સખ્ત કાર્યવાહી: લોકસભામાં બીલ મંજુર

શહેરી વિસ્તારમાં ૧૦ મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૦ મિનિટમાં પોલીસની મદદ મળતી હોય ત્યારે હથિયાર માટે લાયસન્સની શું જરૂરી ?

આમ્સ એકટમાં આજીવન કેદની સજા સુધીની જોગવાઈ સાથેના સુધારાના બીલને લોકસભામાં મંજુરી મળી છે. ગેર કાયદે હથિયાર રાખવા અને હથિયાર બનાવવાનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી થઇ શકે, લગ્ન પ્રસંગમાં ખુશી વ્યક્તિ કરવા જાહેરમાં કરવામાં આવતા ફાયરિંગ કરનાર સામે કાર્યવાહી કરવા અને હથિયારની હેરાફેરી તેમજ સ્મગ્લીંગ કરવા અંગેના કાયદામાં મહત્વના પાંચ સુધારા કરવામાં આવ્યા છે.

લોકસભામાં હથિયાર અંગેના કાયદામાં સુધારા સાથેનું બીલ ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા લાવવામાં આવતા કાયદામાં પાંચ મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. જ્યારે વિરોધ પક્ષ દ્વારા હથિયારના કાયદા અંગે ૧૭ જેટલા કરેલા સુચન માન્ય રાખવામાં આવ્યા ન હતા.

આમ્સ એકટના કાયદામાં સુધારા સાથે લાવવામાં આવેલા બીલમાં ગેર કાયદે હથિયાર બનાવનાર અને રાખનારને આજીવન કેદની સજાની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ લગ્ન પ્રસંગે ખુશી વ્યક્ત કરવા કરવામાં આવતું ફાયરિંગમાં કોઇની હત્યાનો ઇરાદો ન હોવા અંગેનો વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે ગૃહ મંત્રી અમિત શાહે ખુશી વ્યક્ત કરવા માટે થતા ફાયરિંગના કારણે ૨૦૧૬માં ઉત્તર પ્રદેશમાં ૧૯૧, બિહારમાં ૧૨ અને ઝારખંડમાં ૧૪ નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાનું જણાવી આ રીતે થતા

7537d2f3 8

ફાયરિંગની ઘટના અટકાવવી જરૂરી હોવાનું કહ્યું હતું.

હથિયાર પરવાના બાબતે પણ કેટલીક છુટછાટ પર રોક લગાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો અને મુશ્કેલીના સમયમાંશહેરી વિસ્તારમાં માત્ર ૧૦ મિનીટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૦ મિનીટમાં પોલીસની મદદ મળતી હોવાથી પોતાની સુરક્ષા માટે હથિયાર પરવાનો મેળવવો જરૂરી ન હોવાનું જણાવ્યું હતું.

હથિયાર અંગેના કાયદામાં કરાયેલા સુધારમાં ખેલાડીઓને આપવામાં આવતા હથિયાર અને નિવૃત અધિકારીઓને આપનવામાં આવતા હથિયાર અંગે કોઇ સુધારો કરવામાં આવ્યો નથી. માત્ર લાયસન્સના પ્રકારમાં જ સુધારો કરી હથિયાર પરવાનો ત્રણ વર્ષે કરવામાં આવતો હતો તેમાં સુધારો કરી ખેલાડીઓ અને નિવૃત અધિકારીઓએ પોતાના હથિયાર પરવાનો પાંચ વર્ષે રિન્યુ કરાવી શકે તેવી જોગવાઇ કરવામાં આવી છે. હથિયાર પરવાનો મેળવવા અને રિન્યુ કરવા માટે ઓન લાઇન કરી શકાય તેવી જોગવાઇ કરવામાં આવી છે.

હથિયારની ગેર કાયદે આયાત અને નિકાસ કરવાના ગુનામાં ત્રણ વર્ષની સજા કરવાની જોગવાઇ હતી તેમાં સુધારો કરી દસ વર્ષ સુધીની સજાની જોગવાઇ કરવામાં આવી છે. હથિયારની સપ્લાય કરનાર સામે કડક કાર્યવાહી કરી શકાય તે માટે આજીવન કારાવાસની સજાની જોગવાઇ કરવામાં આવી છે.

આર્મ્સ એક્ટના કાયદામાં લોકસભામાં રજૂ થયેલા બિલમાં પાંચ સુધારા કરવામાં આવ્યા છે અને વિરોધપક્ષ દ્વારા રજૂ કરેલા ૧૭ જેટલા સુધારા સાથેના સૂચનો ધ્યાને લેવામાં આવ્યા નથી. હથિયારના કાયદામાં થયેલા સુધારાના કારણે શસ્ત્રના સોદાગરને આજીવન કેદ થઇ શકશે અને હથિયાર પરવાનો મેળવવો અઘરો થઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.