રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૩૧/૦૫/૨૦૧૮ના રોજ સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ અંતર્ગત નર્મદા જળ કળશ પૂજન વિધિ કાર્યક્રમ યોજાયો.
રાજ્ય સરકાર દ્વારા જળસંચય અભિયાનનો પ્રારંભ કરેલ. આ કામગીરી વાવાઝોડાની જેમ થયેલ…..-કેન્દ્રીય કૃષિમંત્રી પુરૂષોતમ રૂપાલા
પૂ. મહાત્મા ગાંધીજીએ કહેલ છે જે લોકો આવનારી પેઢીનો વિચાર ન કરે, તે જંગલરાજમાં જીવે છે.
રાજ્ય સરકારશ્રી દ્વારા આગામી ચોમાસા પહેલા રાજ્યના તમામ જળાશયો ઊંડા ઉતારી સંગ્રહ શક્તિ વધારવામાં શુભગ હેતુસર તા.૧/૫/૨૦૧૮થી રાજ્યભરમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન શરુ કરવામાં આવેલ છે. તે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તળાવ ઊંડા ઉતારવાની કામગીરી ચાલી રહેલ છે. આ કામગીરીના અનુસંધાને આજ તા.૩૧/૫/ ૨૦૧૮ના રોજ સવારના ૯.૦૦ કલાકે રાંદરડા તળાવ ખાતે ભારત સરકારના રાજ્ય કક્ષાના માન.કૃષિ મંત્રીશ્રીપુરુષોત્તમભાઈ રૂપાલાના વરદ્ હસ્તેનર્મદા કળશ પૂજન વિધિ કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. જયારે સાંસદ સભ્યશ્રી મોહનભાઈ કુંડારીયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી વરસાદ ન આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે…….
આ પ્રસંગે પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ધારાસભ્ય અને શાસક પક્ષ નેતા અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક રાજુભાઈ અઘેરા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ટપુભાઈ લીંબાસીયા, શહેર ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી સહકારી અગ્રણી જ્યોતીન્દ્રભાઈ મહેતા, રાજકોટ નાગરિક સહકારી બેન્કના ચેરમેન નલીનભાઈ વસા, પૂર્વ ચેરમેન કલ્પકભાઈ મણિયાર તથા હરિભાઈ ડોડીયા, રોલેક્ષ રીંગના નીલેશભાઈ પંડ્યા, એચ.જે. ઇન્ડસ્ટ્રીઝના કિકાણીભાઈ, ભવાની ઇન્ડસ્ટ્રીઝના અતુલભાઈ, ગીરધરલાલ અગ્રવાલ, રાજકોટ બિલ્ડર એસોસિએશનના સુજીતભાઈ, તથા રામકૃષણ આશ્રમ તથા બ્રમ્હકુમાંરીઝના સંતો તેમજ અગ્રણી સેવકો, તેમજ વોટર વર્કસ કમિટી ચેરમેન દલસુખભાઈ જાગાણી, બાંધકામ સમિતિ ચેરમેન મુકેશભાઈ રાદડિયા, બાગ બગીચા અને ઝુ સમિતિ ચેરમેન દેવુબેન જાદવ, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામકદળ સમિતિ ચેરમેન જાગૃતિબેન ઘાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન અનીતાબેન ગોસ્વામી, ડ્રેનેજ સમિતિ ચેરમેન દેવરાજભાઈ મકવાણા, માર્કેટ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, લાઈટીંગ સમિતિ ચેરમેન અજયભાઈ પરમાર, એસ્ટેટ સમિતિ ચેરમેન જયાબેન ડાંગર, કોર્પોરેટર કશ્યપભાઈ શુક્લ, અનિલભાઈ રાઠોડ, અશ્વિનભાઈ મોલીયા, બીનાબેન આચાર્ય, પરેશભાઈ પીપળીયા, દક્ષાબેન ભેસાણીયા, સજુબેન કળોતરા, શિલ્પાબેન જાવિયા, અંજનાબેન મોરજરીયા, જ્યોત્સનાબેન ટીલાળા, વિજયાબેન વાછાણી, પ્રીતિબેન પનારા, દુર્ગાબા જાડેજા, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન અલ્કાબેન કામદાર, તથા સભ્યશ્રી કિરણબેન માંકડિયા, ભાજપ અગ્રણી હરિભાઈ ડાંગર, ગેલાભાઈ રબારી, મનસુખભાઈ જાદવ, પૂર્વ ઝોન વિસ્તારના સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો નગરજનો તથા મહાનગરપાલિકાના નાયબ કમિશનર જાડેજા, નંદાણી સહિતના અધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા જળ અભિયાન સુંદર મહાયજ્ઞ છે….– પ્રભુસેવાનંદ સ્વામી(રામકૃષ્ણ આશ્રમ)
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા કૃષિ મંત્રીશ્રીનું ફૂલ-હારથી સ્વાગત કરવામાં આવેલ અને શહેર ભાજપ દ્વારા કૃષિ મંત્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. જયારે વોટરવર્કસ સમિતિ ચેરમેન દલસુખભાઈ જાગાણી દ્વારા મંચસ્થ મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સુજલામ સુફલામ જળ સંચય યોજના-૨૦૧૮ અંતર્ગત ડોક્યુમેન્ટરી પ્રદર્શિત કરવામાં આવેલ હતી.
આ પ્રસંગે ઉદબોધન કરતા ભારત સરકારના રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સમગ્ર દેશનું ધ્યાન ખેચાય તેવું ભગીરથ જળ સંચય અભિયાન શરુ કર્યું છે. આવો સુંદર કાર્યક્રમ રાજકોટને છાજે તેમ કર્યો તે બદલ મેયર અને કમિશનરને ખુબ ખુબ અભિનંદન આપું છું. શહેર માટે નવું તળાવ બનાવવું એ મોટુ કાર્ય છે. જમીન મેળવી, તળાવ બનાવવાના કામ માટે તંત્રને અભિનંદન આપું છું. અગાઉ સદીઓ પહેલા વાવ ગળાઈ હતી તેના ગીતો આપણે ગાઈએ છીએ કે “બાર બાર વર્ષે નવાણ ગળાવ્યા”. જયારે આજે તો રાજ્યભરમાં ૧૮૦૦૦થી વધુ જળાશયો ઊંડા ઉતર્યા છે. તે માટે નવા ગીત રચવા કવિઓને અપીલ કરું છું. રાજ્યની પ્રજાએ પાણીની ખુબ મોટી અછત ભોગવી છે. અમરેલીમાં ૧૫ દિવસે માત્ર ૧૫ મિનિટ પાણી અપાતું. પરંતુ ૧૯૯૫માં રાજ્યમાં ભાજપની સરકાર આવી ત્યાર પછી પાણી મેળવવાના સભાન પ્રયત્નો થયા છે.
માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ અભિયાનના કારણે આજી નદીમાં આવેલ રામનાથ મહાદેવના પરિસરમાં હવે ક્યારેય ગંદુ પાણી નહી વહે…..
– પ્રદીપભાઈ સીતાપરા(સેવક, રામનાથ મહાદેવ પરિવાર)
વિશેષમાં શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે, નર્મદા આધારિત પાણી વિતરણનું નેટવર્ક એશિયાનું સૌથી મોટું નેટવર્ક છે. આ બધા પ્રયાસો સરફેસ વોટર મેળવવાના પ્રયાસો છે. આ બધુ ગાંધીનગર અને દિલ્હીમાં એક સરખી સરકાર હોવાના કારણે સફળ થયું છે. ભૂતકાળમાં લોકોએ પાણીની ભારે કપાણ ભોગવી છે. ૧૦-૧૦ વર્ષ સુધી પાણી માટે દિલ્હીમાં રાડો પાડી થાકી જતા છતાં કોઈ પરિણામ મળતું નહિ, ભાજપના ગુજરાતના શાસન પછી જે કામ કર્યું છે તે અવર્ણનીય અને ઉત્સાહ પ્રેરક છે. આ અભિયાનમાં ૨.૫ લાખ લોકોએ શ્રમદાન કર્યું છે. તેની નોંધ ઉપરવાળો તો જરૂર લેશે જ અને આ શ્રમદાન પરિણામલક્ષી રહેશે. લોકો સાથે પાણી કોઈને કોઈ રીતે જોડાયેલું છે ત્યારે પાણીને ખોટી રીતે વાપર્યા કરવાનું છોડી સભાનતા પૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. નર્મદાના દર્શનથી જ મોક્ષ મળે છે તેવું કહેવાય છે. તો અત્યારે તો માં નર્મદા આપણા આંગણે પધાર્યા છે તે સૌભાગ્યની વાત છે. હવામાનનો વરતારો કહે છે કે આ વર્ષે સોળ આની વર્ષ રહેશે. તો તેનાથી આવનાર નીરને જીલવા માટે આ જળ સંચય અભિયાન ખુબ શ્રેષ્ઠ પુરવાર થશે. આ એક સરકારી કામ ન રહેતા તપશ્ચર્યાનું કામ માની તમામ અધિકારીઓ, કાર્યકરો, સામાજિક સંસ્થાઓ તથા આમ જનતાએ સહયોગ આપેલ છે તે તમામને અભિનંદન. અને રાજકોટના કમિશનરનું નામ જ પાની છે જે તેણે સાર્થક કરી બતાવ્યું છે. તા.૦૧/૦૫/૨૦૧૮ થી શરુ થયેલ આ અભિયાન તા.૩૧/૦૫/૨૦૧૮ના રોજ પૂરું ન થતા જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી ચાલુ રાખવા બદલ મેયરશ્રીને પણ અભિનંદન.
આપણા પૂર્વ વડાપ્રધાન અટલજીએ એક વિચાર વહેતો મુકેલ કે રાષ્ટ્રની તમામ નદીઓને જોડવી તો ગુજરાત સરકારે રાજ્યની ૩૦ નદીઓને જોડી આ વિચાર ચરિતાર્થ કર્યો છે અને રાજકોટ ખાતે નવા તૈયાર થતા તળાવને “અટલ સરોવર” નામ આપી તેના વિચારોએ અંજલી આપી છે. નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૧માં રાજ્યના મુખ્યમંત્રી તરીકે સપથ લઈ તે જ દિવસે પહેલું કામ નર્મદાના નીરથી સાબરમતીને ભરવાનું કર્યું હતું. અને બાદમાં સૌની યોજના અમલમાં મૂકી રાજ્યના તમામ જળાશયો નર્મદા નીરથી ભરવાનું કામ શરુ કરેલ. રાજકોટ મુખ્યમંત્રીનું ગામ છે. ત્યાં કોઈ ઘટના ઘટે તેનો પડઘો રાજ્યમાં પડે જ રાજકોટએ જન શક્તિને જળ શક્તિ સાથે જોડવાનું કામ કર્યું છે. અને આજે ૧૦૮ દંપતીઓએ નર્મદા કળશ પૂજનમાં ભાગ લીધો તે બદલ તે તમામને અભિનંદન.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી બોલતા મેયરશ્રી ડો.જૈમન ઉપાધ્યાયે જણાવેલ કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણીએ જળાશયો ઊંડા ઉતારવા આહવાન આપ્યું અને તા.૦૧/૦૫/૨૦૧૮ થી આ કામગીરી ચાલુ કરાવી તેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ-૨ ખાતે ૪૬ એકરમાં તળાવને ઊંડું ઉતારવાનું કામ શરુ કર્યું. હાલ ૬૪ જે.સી.બી. અને ૬ હિટાચી દ્વારા તડામાર કામ ચાલુ છે. લગભગ ૬૦ % કામ પૂરું થયું છે. રાંદરડા તળાવમાંથી ૭૦૦૦૦ ઘન મીટર કાંપ કાઢવાનો હતો જે આજ સાંજ સુધીમાં કામ પૂર્ણ થઇ જશે. આજીનદી માંથી તમામ પ્રકારની ગંદકી દુર કરવાની કામગીરી પણ પુર જોશમાં ચાલુ છે. અને નજીકના દિવસોમાં તે સંપૂર્ણ થઇ જશે. અને ત્યાં નજીક માં જ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપી ગટરના પાણીને શુધ્ધ કરી આજીમાં છોડવામાં આવશે. રાજ્ય સરકારની રૂ.૫૧ કરોડની સહાયથી આજી રીવર ફ્રન્ટની કામગીરી હાથ ધરવામાં આવશે. સાથો સાથ રાંદરડા તળાવનું નવસર્જન પણ કરશે. આ તકે હું સરકારને અને લોકોને ખાતરી આપું છું કે જ્યાં સુધી શહેરના જળાશયો ઊંડા ઉતારવાની કામગીરી પૂર્ણ નહિ થાય ત્યાં સુધી આ અભિયાન સતત ચાલુ રહેશે. રાજ્યની વર્તમાન સરકાર ફક્ત નિર્ણાયક અને સંવેદનશીલ સરકાર સાથો સાથ દિર્ઘ દ્રષ્ટા સરકાર પણ છે. ભવિષ્યમાં કોઈ પ્રકારે પાણીની તંગીનો સામનો ન કરવો પડે તે માટે રાજ્યના જળાશયોનો જળસંગ્રહ શક્તિ વધે તેવું ભગીરથ કાર્ય રાજ્ય સરકારે હાથ ધર્યું છે. આ કામમાં રાજ્યની પ્રજા જુદી જુદી સંસ્થા વિગેરેનો ખુબ સારું સહયોગ મળ્યો છે તેનો હું આભારી છું. પાણીને વેડફવાના બદલે પ્રભુનો પ્રસાદ માની ઉપયોગ કરવા લોકોને અપીલ કરું છું. અને પાણી બચાવવામાં ભૂતકાળમાં જેમ સહયોગ મળેલ છે તેમ ભવિષ્યમાં પણ સહયોગ મળશે તેવી અપેક્ષા રાખું છું.
બી.એ.પી.એસ. સંસ્થાના કેતન કાછેલાએ જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જળ સંચય અભિયાનમાં અમારી સંસ્થાની મદદ માંગવામાં આવી અને સાઈટ સર્વે બાદ અમોએ સાઈટ પરના મજુરોને છાશ વિતરણ કરવાનું સ્વીકાર્યું . કામ શરુ કર્યુ ત્યારે શંકા હતી પણ એક મહિનામાં ખુબ સારું પરિણામ આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાએ ખુબ જ સારું કામ કર્યું છે. અત્યારથી પાણી વિશે નહિ વિચારીએ તો ભવિષ્યમાં પસ્તાવું પડશે.
વિશેષમાં તેમણે જણાવેલ કે, “અટલ સરોવર”એ સક્સેસ સ્ટોરી છે. ૧૬૦ કાર્યકરો સાઈટ પર ગયેલ જે દિવસે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આવ્યા ત્યારે પ્રથમ દિવસના સેવાયજ્ઞ બાદ પથરાળ જમીનને કારણે કામ કરવું મુશ્કેલ લાગ્યું પરંતુ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી JCB પર બેઠા ત્યારે ઉત્સાહ બેવડાયો. અમોએ આ સેવાયજ્ઞમાં ઉત્સાહભેર જોડાઈને “બીજાના સુખમાં આપણું સુખ” તથા “બીજાના ભલામાં આપણું ભલું” એ સુત્ર ચરિતાર્થ કર્યું છે. ભારત દેશના માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની આગવી સુઝ તથા નેતૃત્વ હંમેશા પરિણામલક્ષી અને ઉત્સાહપ્રેરક રહ્યું છે.
રામનાથ મહાદેવ મંદિર વિશે પ્રદીપ સીતાપરાએ જણાવેલ કે, અગાઉ રામનાથ મંદિરે દર્શન માટે આવવું હોય ત્યારે મોઢે રૂમાલ રાખીને આવવું પડતું પરંતુ હવે આજી નદી શુદ્ધિકરણના કારણે મોઢે રૂમાલ રાખી ન આવવું પડે તેવું ભવ્ય કામ રાજ્યના મુખ્યમંત્રી તથા શહેરના પદાધિકારીઓએ કર્યું છે.
આ પ્રસંગે ડો.કેતન ભીમાણીએ આજી શુદ્ધિકરણ એક ગાથા વિષે જણાવેલ કે, સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત રાજ્ય સરકારની પ્રેરણાથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી નદી સફાઈ અભિયાન હાથ ધરાયું છે તે એક સ્તુત્ય પગલું છે નદી માંથી તમામ પ્રકારનો કચરો અને ગાંડી વેલ દુર થઇ છે અને નજીકના ભવિષ્યમાં આજી નિર્મળ જળથી ભરાયેલી જોવા મળશે.
સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮માં યોગદાન આપનાર સંસ્થાઓ જેવી કે,રાજકોટ નાગરિક સહકારી બેંક લિ., રોલેક્ષ રીંગ, એચ.જે. ઇન્ડસ્ટ્રીઝ, ભવાની ઇન્ડસ્ટ્રીઝ, ગીરધરલાલ અગ્રવાલ, તથા રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રતિનિધિઓને મહાનુભાવોના હસ્તે સર્ટીફીકેટ આપી, સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું. કાર્યક્રમના અંતે આભાર દર્શન સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલએ કરેલ હતું.