ધર્મવત્સલ જીતુભાઈ બેનાણી દ્વારા દિકરી ધારાના જન્મદિવસ અવસરે દિવ્યાંગ બાળકોને અનુદાન
પૂજ્ય નમ્રમુનિ મ. સા.ના પાવન ચરણ શરણમાં આજીવન સમર્પિત થઈને દીક્ષા અંગીકાર કરવા જઈ રહેલી રાજકોટની બે મુમુક્ષુ બાલિકાઓના સંયમ ભાવની ગગનચુંબી પ્રશસ્તિ કરતી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા દ્વારા ભાગવતી જૈન દીક્ષા મહોત્સવનો મંગલમય પ્રારંભ, સમગ્ર રાજકોટના ભાવિકોને સંયમના રંગે રંગી ગયો હતો.
રોયલપાર્ક સનકવાસી જૈન મોટા સંઘ- સી. એમ. પૌષધશાળા, ઓમાનવાલા ઉપાશ્રયના આંગણે ગુજરાત રત્ન પૂજ્ય સુશાંતમુનિ મ.સા., રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે એક સાથે ૭૫ સંત-સતીજીઓના સમૂહ ચાતુર્માસની પૂર્ણાહૂતિએ શ્રી સંઘે અશ્રુભીની આંખે અત્યંત અહોભાવપૂર્વક વિહાર વળામણાં કરાવતાં અત્યંત સંવેદનશીલ દ્રશ્યો સર્જાયા હતાં.આ અવસરે ભાવિકોને સંબોધિત કરતાં રાષ્ટ્રસંતે સમજાવ્યું હતું કે, સ્વને ભાવિત અને સર્વને જિન શાસની પ્રભાવિત કરવા ચાતુર્માસ સર્જાતું હોય છે સુંદર બોધ સાથે ૭૫ સંત-સતીજીઓના વિહાર વળામણાં શ્રેષ્ઠિવર્ય જીતુભાઈ બેનાણીના આંગણે થયાં હતાં. જ્યાં ગોંડલ, સંઘાણી સંપ્રદાય તેમજ શ્રમણ સંઘ સંપ્રદાયના પૂજ્ય સતીવૃંદોના પણ ચાતુર્માસ વિહાર વળામણાં થયાં હતાં.
બહોળી સંખ્યામાં પૂજ્ય સંત-સતીજીઓના વિહાર વળામણાં બાદ બેનાણી પરિવારના આંગણેથી મુમુક્ષુ ઉપાસનાબેન શેઠ અને મુમુક્ષુ આરાધના બેન ડેલીવાળાના સંયમ ભાવોની અનુમોદના અને ગુણગ્રામ કરતી ભવ્યાતિભવ્ય સંયમ શોભાયાત્રા પ્રારંભ કરવામાં આવી હતી.
જિનશાસનની ગૌરવ ગરિમા લહેરાવતાં ઊંચા ઊંચા ધર્મ ધ્વજ, સંયમ દિનચર્યાના સુંદર અને વિશાળ ફ્લોટ્સ, બહેનોએ મસ્તકે ધારણ કરેલાં શણગારેલાં સુંદર સ્વસ્તિકના પ્રતિક, તરણેતરની પારંપરિક વેશ ભુષામાં સજ્જ ઈને લોકનૃત્ય કરતાં ઉત્સાહી નવયુવાનો, રજવાડી રથમાં સવાર બે મુમુક્ષુઓ, પ્રભુ જ્ઞાનનું દર્શન કરાવતું આગમ ર, લાભાર્થી પરિવારોના શણગારેલાં રથ, મંજીરા નૃત્ય કરતી રસ મંડળીઓ, મુંબઈ-મલાડના જગવલ્લભ બેન્ડના બાળકો દ્વારા ગાજતા સૂરો, લુક એન લર્નના બાળકો, દીદીઓ અને મસ્તકે પાઘડી બાંધીને ઉપસ્થિત રહેલાં શ્રેષ્ઠિવર્યો તેમજ હજારો ઉત્સાહી ભાવિકો દ્વારા શોભતી આ શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગોને ગુંજવતી, દીર્ક્ષાીઓનો જયકાર ગજાવતી ડુંગર દરબાર પહોંચી હતી.ધર્મવત્સલ જીતુભાઈ બેનાણીના દીકરી કુમારી ધારા બેનાણીના ૩૪મા જન્મદિનનો અવસર મુમુક્ષુઓના સન્માન અવસર સાથે માનવતાનો એક મહોત્સવ બની ગયો હતો. બેનાણી પરિવારના અમીબેન, અજયભાઈ શેઠ, સરગમના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, ચંદ્રકાંતભાઈ શેઠ, શ્રુતપ્રજ્ઞજી, અને પ્રયાસ સંસ વતી પૂજાબેન પટેલે આ અવસરે પોતોના ભાવોની અભિવ્યક્તિ કરી હતી.
પૂર્ણ થયેલાં ચાતુર્માસમાં દાનની વર્ષ કરીને તેમજ સેવા દ્વારા સહયોગી બનનાર દરેક ઉદારદિલ દાતા પરિવારોને શ્રીસંઘના શ્રેષ્ઠિવર્યોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ સમગ્ર અવસર નિમિત્તે ગૌતમ પ્રસાદનો લાભ શિલ્પા જ્વેલર્સના પ્રભુદાસભાઈ પારેખ પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. આજે ગુરૂદેવના સાંનિધ્યે મહાવીરનગર સનકવાસી જૈન સંઘનાં ઉપક્રમે પારસ હોલમાં સવારે ૯:૦૦ થી ૧૧.૦૦ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે.રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ નમ્રમુનિ મ.સા. સમીપે બે મુમુક્ષુ આત્માઓ સંયમ અંગીકાર કરવા જઈ રહ્યાં છે. આગામી તા.૧ થી ૯ ડિસેમ્બર સંયમ મહોત્સવ અંતર્ગત અનેકવિધ આયોજનો થયેલા છે. દરેક કાર્યક્રમોમાં રાજકોટના જૈન-અજૈન ધર્મપ્રેમી નગરજનો વિશાળ પ્રમાણમાં ઉપસ્થિત રહે તેવા શુભ આશયથી સંયમ અનુમોદના જાગૃતિ સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટના રાજમાર્ગો ઉપર જૈન ધર્મ અને દીક્ષાર્થીના જય જયકાર સાથે રેલી નિકળી હતી અને બહોળી સંખ્યામાં જૈનો જોડાયા હતા.