80 ટકાને બદલે 75 ટકા બૌધિક અસમર્થતા ધરાવતા દિવ્યાંગને રૂ. 1000નું પેન્શન મળશે: યોજનામાં સેરેબ્રલ પાલ્સી અને ઓટીઝન સ્પેકટસ ડિસઓર્ડર દિવ્યાંગતા ધરાવતી વ્યકિતઓ પણ સમાવેશ
અબતક, રાજકોટ
અનુસુચિત જાતિ, સામાજીક અને શૈક્ષણીક રીતે પછાતવર્ગ વિચરતી અને વિમુકત જાતિ, આર્થિક રીતે પછાત વર્ગો, લધુમતિ જાતિ, સંભાળ અને રક્ષણની જરુરીયાત વાળા બાળકો, દિવ્યાંગો, નિરાધાર વૃઘ્ધોનો શૈક્ષણીક આર્થિક અને સામાજીક વિકાસ થાય તે માટે સરકારી કટીબઘ્ધ છે. તેમ બજેટ રજુ કરતી વેળાએ નાણામંત્રી નીતીન પટેલે જણાવ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું કે ર્વૃઘ્ધ પેન્શન, નિરાધાર વૃઘ્ધ યોજના અને વય વંદના યોજના અંતર્ગત 10 લાખ 95 હજાર નિરાધાર વૃઘ્ધોને પેન્શન આપવા માટે રૂ. 1032 કરોડની જોગવાઇ કરી છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિ અને વિકસતી જાતિના કુલ ઓગણચાલીસ લાખ એંશી હજાર વિઘાર્થીઓને શિષ્યવૃતિ અને ગણવેશ સહાય તથા ધો. 9 થી 10 માં અભ્યાસ કરતા છ લાખ ત્રેસઠ હજાર વિઘાર્થીઓને શિષ્યવૃતિ આપવા રૂ. 549 કરોડની જોગવાઇ કરી છે. આંબેડકર આવાસ યોજના અને પંડીત દીનદયાલ આવાસ યોજના હેઠળ સહાય આપવા રૂ. 159 કરોડની જોગવાઇ કરાઇ, ધો. 9 માં અભ્યાસ કરતી અનુસુચિત જાતિ અને વિકસતી જાતિને અંદાજે એક લાખ બ્યાંશી હજાર ક્ધયાઓને વિના મૂલ્યે સાયરલ આપતી સરસ્વતિ સાધના યોજના હેઠળ રૂ. 71 કરોડનછ જોગવાઇ કરી છે. દિવ્યાંગયોના સશકિતકરણ માટે દિવ્યાંગ શિષ્યવૃતિ, દિવ્યાંગ સ્વરોજગારી અને એસ.ટી. બસમાં મફત મુસાફરી માટેની યોજના હેઠળ રૂ. 53 કરોડની જોગવાઇ કરી છે.
અનુસુચિત જાતિ અને વિકસીત જાતીની ક્ધયાઓને કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ આપવામાં આવતી રૂ. 10 હજાર ની સહાયમાં રૂ. ર0 હજાર નો વધારો કી રૂ. 1ર હજાર કરવાની હું જાહેરાત કરું છું. આ માટે રૂ. 40 કરોડની જોગવાઇ કરીછે. રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના માટે રૂ. 19 કરોડની જોગવાઇ કરી છે. સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના માટે રૂ. 10 કરોડની જોગવાઇ કરીછે.
80 ટકા કે તેથી વધુ બૌઘ્ધિક અસમર્થતા ધરાવતી દિવ્યાંગ વ્યકિતને માસિક રૂ. 1000 પેન્શન આપવામાં આવે છે હવે આ યોજના ના લાભ માટે દિવ્યાંગતાની ટકાવારી 80 ટકાથી ઘટાડીને 75 ટકા કરવાની હું જાહેરાત કરું છું. વધુમાં સેરેબ્રલ પાલ્સી અને ઓટીઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડર દિવ્યાંગતા ધરાવત વ્યકિતઓને પણ આ યોજનામાં આવરી લેવામાં આવશે. જેના કારણે આ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વધુ વ્યકિતઓને પેન્શનનો લાભ મળશે જે માટે રૂ. નવ કરોડની જોગવાઇ કરી છે. દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટે રૂ. 8 કરોડની જોગવાઇ કરી છે. અનુસુચિત જાતિના વિઘાર્થીઓ માટે ત્રણ નવા સરકારી છાત્રાલયના મકાન બાંધકામ માટે રૂ. 3 કરોડની જોગવાઇ કરી છે.