વિજયભાઈ રૂપાણીને સંવેદનશીલ મુખ્યમંત્રી કહેવામાં આવે છે. તેઓ જીવમાત્ર પ્રત્યે દયાભાવ ધરાવે છે અને લોકોની   પરેશાની દૂર  કરવા માટે નિર્ણય લેવામાં  કયારેય પાછીપાની કરતા નથી. કોરોના કાળમાં વિવિધ રોગથી પીડાતા જરૂરતમંદ દર્દીઓની સારવાર પૈસાના વાંકે અટકે નહી તે માટે છેલ્લા ત્રણ માસમાં રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.1162.65 લાખની ચૂકવણી કરવામા આવી છે. જૂનમાસમાં  સૌથી વધુ  1039.48 લાખ રૂપીયા દર્દીઓને ચૂકવાયા છે. વિજયભાઈએ ફરી એકવાર પોતાની સંવેદના પ્રસ્થાપીત કરી દીધી છે. અરજીકર્તા જરૂરીયાતમંદ દર્દીની અરજીઓનો તત્કાલ નિકાલ કરવામાં આવે છે.

કોરોના કાળમાં છેલ્લા ત્રણ માસમાં જરૂરીયાત મંદ દર્દીઓને વિવિધ રોગની સારવાર માટે ચૂકવાયા રૂ.1163 લાખ

મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ગુજરાતમાં છેલ્લા ત્રણ માસમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિવિધ રોગોની સારવાર માટે કુલ રૂ. 1162.65 લાખની રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે. જેમાં સૌથી વધુ જૂન મહિનામાં 1039.48 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી હતી. એપ્રિલ મહિનામાં રૂ. 80.31 લાખ, મે મહિનામાં રૂ. 42.86 લાખ અને જૂન-2021માં રૂા. 1039.48 લાખ એમ ત્રણ માસમાં કુલ રૂ. 1162.65 લાખની રકમ આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનામાં કેન્સરની સારવાર માટે રૂ. 1 લાખ, કીડની માટે રૂ. 2.33 લાખ, લીવર માટે રૂ. 12.99 લાખ, થેલેસેમિયાની સારવાર માટે રૂા. 13.99 લાખ જ્યારે કોરોના વોરિયર્સ માટે રૂ. 50 લાખ ચૂકવવામાં આવ્યા છે. જ્યારે મે માસમાં કેન્સર માટે રૂ. 1 લાખ, કીડની માટે રૂ. 6 લાખ, લીવર માટે રૂ. 4.33 લાખ, થેલેસેમિયા માટે રૂ. 3.33 લાખ, કોરોના વોરિયર્સ માટે રૂ. 25 લાખ અને અન્ય રૂ. 3.20 લાખ એમ કુલ રૂ. 42.86 લાખની રકમ ચૂકવવામાં આવી છે.

આ ઉપરાંત જૂન-2021માં કીડનીની સારવાર માટે રૂ. 2.50 લાખ, લીવર માટે રૂ. 12.99 લાખ, થેલેસેમિયા માટે રૂ. 11.99 લાખ, કોરોના વોરિયર્સ માટે રૂ. 1010 લાખ તેમજ અન્ય માટે રૂ. 2 લાખ એક કુલ રૂ. 1039.48 લાખની રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે તેમ મહેસૂલ વિભાગની યાદીમાં જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી રાહત ફંડમાંથી જરૂરિયાત મંદ વ્યક્તિઓને સારવાર માટે મુખ્યમંત્રી સમક્ષ અરજી કરવાની રહે છે. તેની ચકાસણી દરમિયાન ખરેખર અરજીકર્તા જરૂરિયાતમંદ છે તો મુખ્યમંત્રી તરફથી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી જે તે વ્યક્તિને સારવાર માટે રકમ ચુકવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.