ટેકેદારો અને વિવિધ સમાજના લોકોને સાંભળ્યા વગર નિરીક્ષકો નીકળી જતા હોબાળો સર્જાયો
રાજકોટ શહેર અને જિલ્લાની બેઠક માટે રાણીંગાવાડીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નિરીક્ષકોએ ટેકેદારો અને વિવિધ સમાજના લોકોને સાંભળ્યા વગર નીકળી જતા હોબાળો સર્જાયો હતો અપેક્ષિત કાર્યકર્તાઓ અને દાવેદારોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિવિધ સમાજ અને સંસ્થા તથા ટેકેદારોએ પોતાની વાતની રજૂઆત કરી હતી પરંતુ તે બાબતને અવગણીને નિરીક્ષકો રાણીંગા વાડીમાંથી નીકળી ગયા હતા અને રોષે ભરાયેલા કાર્યકરો દ્વારા તેમને રસ્તા વચ્ચે અટકાવવામાં આવ્યા હતા.
જેને પગલે નિરીક્ષકો ફરી રાણીંગા વાડી ખાતે પહોંચ્યા હતા અને સેન્સ પ્રક્રિયામાં સામેલ થઈને ટેકેદારો અને વિવિધ સમાજના લોકોને સાંભળ્યા હતા. રાજકોટ શહેરની ચાર સીટની સેન્સ પ્રક્રિયામાં ભાજપના કાર્યકરોની નારાજગી સામે આવી હતી. જિલ્લા ભાજપ મંત્રીના પતિએ ગ્રામ્ય અને શહેર ભાજપના આગેવાનો સાથે માથાકૂટ કરી હતી.