ભારતીય શેરબજારમાં નફાકારક વેંચવાલી અને ‘વોલેટાઈલ’ પરિસ્થિતિ સર્જાશે, બીજી તરફ વૈશ્ર્વિક- આર્થિક કટોકટીની પરિસ્થિતિ વચ્ચે સોનાનું રોકાણ વધશે
સેન્સેક્સ કડડભુસ: 800 પોઈન્ટનો કડાકો: સારે જમી પર
કોરોનાના વધતા જતાં નવા કેસ અને વાયરાની ઉભી થયેલી દહેશતના પગલે રાત્રી કરફર્યુ અને લોકડાઉન જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી સ્થિતિમાં કોરોનાની આ કટોકટીની આર્થિક અને સામાજિક રીતે મોટાપાયે અસર પડશે. અત્યારે મુડી બજાર અને વૈશ્ર્વિક અર્થતંત્ર ચડાવ-ઉતારની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહયું છે ત્યારે શેરબજારમાં ભારે અફરા-તફરીના માહોલને લઈને નિષ્ણાંતોના મતે શેરબજાર 40 હજારનું તળીયું દેખાવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. શેરબજારમાં હોલેટાઈલ પરિસ્થિતિમાં મોટા ચડાવ-ઉતાર અને 40 હજાર સુધી બીએસઈ સેન્સેકસ સરકે તેવી સ્થિતિ દેખાઈ રહી છે. આજે દલાલ સ્ટ્રીટમાં ભારે વેંચવાલીના પગલે નિફટી 14500 અને શેરબજારમાં 49000નો સુચાંક પ્રાપ્ત થયો હતો. ઈક્વિટી માર્કેટમાં પ્રારંભે લેવાલી નિકળી હતી પરંતુ બજાર આગળ વધતાં સેન્સેકસ 48962એ પહોંચી ગયું હતું.
બીજી તરફ કોરોનાના વિશ્ર્વ વ્યાપી બીજા વાયરાના ગભરાહટના માહોલમાં ક્રુડ તેલની વેંચાણની પરિસ્થિતિમાં ઘટાડો અને ડોલરની તેજી-મંદી અને આર્થિક નિશ્ર્ચિતતાના કારણે સોનામાં આગ ઝરતી તેજીની શકયતા અને ફરીથી 50,000 રૂપિયાનો ભાવ આવે તેવી માનવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીમાંથી ઉગરવા વિશ્ર્વભરમાં પ્રયાસો થઈ રહ્યાં છે. ભારત સહિતના મોટાભાગના દેશોમાં રસીકરણની ઝુંબેશ ચાલી રહી છે તેમ છતાં કોરોનાએ માથુ ઉંચકતા વિશ્ર્વ આખુ ઉંચાટમાં ફેરવાયું છે. ફરીથી તબક્કાવાર લોકડાઉનમાં નાઈટ કરફયુ, પરિવહન નિયંત્રણ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાની નોમત આવી છે તેવા સંજોગોમાં ફરીથી આર્થિક કટોકટી અને ગભરાહટનું વાતાવરણ ઉભુ થાય તેવી નિશ્ર્ચિતપણે દેખાઈ રહ્યું છે. શેરબજારમાં આંતરરાષ્ટ્રીય પરિબળોને લઈને વોલેટાઈલ પરિસ્થિતિમાં ભારે વેંચવાલીના માહોલથી શેરબજારમાં 40 હજાર સુધીની નીચી સપાટી અંગે નિષ્ણાંતો મત વ્યકત કરી રહ્યાં છે. બીજી તરફ અડધી રાતના હોકારા અને સલામત રોકાણ તરીકે સૌથી માનીતા સૌનામાં વૈશ્ર્વિક ભગરાટ અને ઉંચાટના માહોલનો પ્રતિઘોષ દેખાશે અને જ્યારે જ્યારે વિશ્ર્વમાં આર્થિક અનિશ્ર્ચિતતાનો માહોલ ઉભો થાય છે ત્યારે સોનામાં રોકાણ તરફ રોકાણકોરો વળે છે. અત્યારે શેરબજારમાં નફાકારક વેંચવાલી અને લાંબાગાળે નુકશાની શકયતાને લઈ મુડી ભંડોળ મોટાપાયે ગભરાટ અને વેંચાણનું દબાણ રહેતા શેરબજારની હાલની પરિસ્થિતિ હજુ વધુ નિચલા સ્તરે જશે અને શેરબજારમાં 40 હજારનું તળીયુ અને સોનામાં તેજીનું વમણ અને 50 હજારના ભાવ સુધી બજાર પહોંચે તેવું માનવામાં આવી રહ્યું છે.