બેન્કિંગ, ટેકનોલોજી, ઓઈલ-ગેસ, ટેલીકોમ, ફૂડ સેકટરના શેર વધ્યા, સોનુ રૂા.૪૮૧૦૦, ચાંદી ૭૦૪૦૦ની નજીક

શેબજારમાં બજેટની સકારાત્મક અસરો હજુ સુધી જોવા મળી રહી છે. હજુ થોડા દિવસ કરેકશન વગર બજારમાં તેજી રહેશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. અત્યારે બજાર સર્વોચ્ચ સપાટી નજીક ટ્રેડ થઈ રહી છે. આ લખાય છે ત્યારે સેન્સેકસમાં ૨૪૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેકસ ૫૧૫૮૮ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. ઉપરાંત સોનું રૂા.૪૮૧૦૦ અને ચાંદી રૂા.૭૦૪૦૦ની નજીક ટ્રેડ થઈ રહ્યાં છે. બેન્કિંગ, ટેકનોલોજી, ઓઈલ-ગેસ, ટેલીકોમ, ફૂડ સેકટરમાં આજે પણ તેજીના ટકોરા પડ્યા છે. એશિયન પેઈન્ટ, ઓએનજીસી, ટાઈટન, પાવર ગ્રીડ, રિલાયન્સ, ઈન્ફોસીસ, એચસીએલ સહિતના શેરમાં ૧.૧૬ ટકાથી લઈ ૨.૯૫ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.  સેન્સેકસ ઉપરાંત નિફટીના પ્રમુખ શેરમાં પણ ભારે લેવાલીનો માહોલ છે. આ લખાય છે ત્યારે નિફટી-ફીફટી ૧૫૨૧૦ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે. ૯૪ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. નિફટીના ટોચના શેરમાં વિપ્રો, એચડીએફસી લાઈવ, એશિયન પેઈન્ટ સહિતના શેર પણ સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.