ટીસીએલ, આરઆઈએલ સહિતની સ્ક્રીપ્ટથી બજારમાં તેજી બરકરાર

ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાનું સરકારનું લક્ષ્ય નિર્ધારીત રીતે આગળ વધી રહ્યું છે. દેશની આર્થિક વ્યવસ્થા અને મુડી બજારમાં સરકારના ઉદારવાદી અભિગમની સારી અસરો અને વિશ્વાસનું વાતાવરણ ઉભુ થયું છે. બજેટમાં પણ રાજકોષીય ખાદ્યની આડઅસરને શકારાત્મક ધોરણે ઉપયોગમાં લાવી વિકાસવાદી અભિગમથી સરકારના પ્રયત્નો થઈ રહ્યાં છે તેવા સંજોગોમાં ભારતનું મુડી બજાર પણ ભારત ઉપરાંત દુનિયાભરના રોકાણકારો માટે શેફ હેવન બની રહ્યું છે. પ્રો બજેટ માર્કેટની અસરોથી આજે બોમ્બે સ્ટોક એક્ષચેન્જ મુહૂર્તથી જ ટીસીએલ, આઈઆરએલ જેવી સ્ક્રીપ્ટોની લેવાલીની પગલે ગ્રીનઝોનમાં વધ્યું હતું.

ઈન્ફોસીસ, આઈટીસી, કોટક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુર્બો, મારૂતી સુઝુકી, એનટીપીસી, ઓએનજીસી, પાવર ગ્રીડ, રિલાયન્સ, એસબીઆઈ, સનફાર્મા, ટેક મહિન્દ્રા જેવી સ્ક્રીપ્ટોમાં તેજી સાથે બજાર ખુલી હતી. છેલ્લા ૧૦ વર્ષની ત્વારીખમાં આ વર્ષે જાન્યુઆરી મહિનો શેરબજાર માટે લાઈફ ટાઈમ હાઈ બની રહેશે. આજે સવારે બજાર ખુલતાની સાથે જ આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસ 415 પોઈન્ટ અધ્ધર ચડી 48493ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. નિફટીમાં પણ 135 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો અને નિફટીએ 14272નો નવો અંક બનાવ્યો હતો. નિફટી બેંકમાં પણ ૨૫૪ પોઈન્ટની તેજીથી ૩૨૨૧૦ અને મિડકેપમાં ૨૫૨ની તેજીથી ૨૨૨૧૭નું નવું મથાળુ આવ્યું હતું.

શેરબજારમાં હરિયાળી-હરિયાળીએ આજે રોકાણકારો માટે શુક્રવાર શુકનવંતો બનાવ્યો હતો. શેરબજારની આ તેજી હજુ આગળ વધે તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે પરંતુ આંધળુકીયા કરનારાઓ માટે પણ આ સાવચેતીનો સમય હોવાનું નિષ્ણાંતો માની ચૂક્યા છે. કેન્દ્ર સરકારના બજેટની તૈયારીઓ થઈ રહી છે ત્યારે આગામી બજેટ વિકાસલક્ષી હોવાનું નિશ્ર્ચિત મનાઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આ બજેટમાં નબળા ક્ષેત્રો અને સંશાધનોનો ખાસ ધ્યાન રાખવાનું લક્ષમાં રાખવામાં આવ્યું છે. નાના મધ્યમ ઉદ્યોગ અને ઘરેલુ ઉત્પાદન વધારવાની દિશામાં બજેટમાં કૃષિ ક્ષેત્ર ઉપરાંત નાના ઉદ્યોગોને લક્ષમાં રાખીને લેવાનારા નિર્ણયો લઈને મુડી બજારમાં પ્રો બજેટની આ તેજી હજુ આગળ વધશે. બીજી તરફ વૈશ્ર્વિક-આર્થિક અનિશ્ર્ચિતતા અને ડોલરના ઉતાર-ચઢાવના કારણે ભારતનું મુડી બજાર વિદેશી મુડી રોકારકારો માટે શેફ હેવન બની રહ્યું છે ત્યારે ભારતીય શેરબજાર લાંબાગાળે ફાયદારૂપ રોકાણ માટે આદર્શ બની રહ્યું છે અને આ તેજી હજુ આગળ વધે તેવી નિશ્ર્ચિત મનાઈ ર્હયું છે. જો કે કામચલાઉ વેંચવાલીના પગલે બજાર વધઘટ થશે પરંતુ લાંબાગાળે ભારતીય શેરબજાર રોકાણકારોને ફાયદા કરાવનારુ બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.