મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદીનો માહોલ
શેરબજારના શરૂઆતી કારોબારમાં મજબૂતી જોવા મળી છે. શેરબજાર ૪૦૦ પોઈન્ટના ઉછાળા સાથે શરૂઆતમાં ટ્રેડ થઈ રહ્યું હતું. નિફટી ૧૦૭૦૦ની પાર નીકળવામાં કામ્યાબ થયા છે. બજાર ૩૫૬૦૦ની નજીક પહોંચી ગયું હતું. આ લખાય છે ત્યારે બજાર ૨૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. નિફટી પણ ૫૧ પોઈન્ટનો ઉછાળો બતાવે છે.
બીજી તરફ રૂપિયાની શરૂઆત આજે મામુલી વધારા સાથે થઈ છે. એક ડોલરના મુકાબલે રૂ.૫ પૈસા વધીને ૭૩.૪૧ના સ્તર પર ખુલ્યો છે જે ગત બે સપ્તાહના ટોચના સ્તરે છે. બજારમાં મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદી જોવાઈ રહી છે. બીએસઈના મીડકેપ ઈન્ડેક્ષ એક ટકાથી વધારે ઉછાળો છે જયારે નિફટીના મીડકેપ ઈન્ડેક્ષમાં પણ ૧ ટકાથી વધારાની મજબૂતી આવી છે.
બેન્કિંગ, રીયલ્ટી, મેટલ, મીડિયા, આઈટી, એફએમસીજી, ઓટો, કેપીટલ ગુડ્ઝ, ક્ધઝયુમર ડયૂરેબલ, પાવર અને ઓઈલ સહિતના ક્ષેત્રના શેરોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. બેંક નિફટી પણ ૧ ટકાના ઉછાળાની સાથે નવા સ્તર પર પહોંચ્યો છે. ઈન્ફોસીસ, ગેલ, આઈસર મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, અદાણી પોર્ટ અને યશ બેંક સહિતના શેર ૨.૬થી ૧.૩ ટકા સુધી વધ્યા છે. બીજી તરફ ઈન્ડિયા બુલ્સ હાઉસીંગ અને બીપીસીએલ જેવા શેર ૩ ટકાથી ૦.૩ ટકા સુધી ઘટયા છે.