નિફટી પણ ૪૫ પોઈન્ટ ઉંચકાઈ, રોકાણકારોમાં હાશકારો
ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા દિવસથી ચાલી આવતી મંદિને આજે બ્રેક લાગી છે. આજે ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટી ઉછાળા સાથે ખુલતા રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો છે.
કેન્દ્રીય બજેટની જાહેરાત બાદ શેરબજારમાં સતત મંદીનો દૌર ચાલી રહ્યો છે. સેન્સેકસે ૩૯૦૦૦ની સપાટી તોડી છે તો નિફટી પણ ૧૨૦૦૦ની સપાટી તોડતા રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ છેલ્લા એક પખવાડીયામાં થઈ ગયું છે. આજે ભારતીય શેરબજારમાં મંદીને બ્રેક લાગી હતી અને તેજીનો તોખાર જોવા મળ્યો હતો. મુંબઈ શેરબજારના બન્ને આગેવાન સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી મંદિ પર આજે બ્રેક લાગતા રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ લખાય રહ્યું છે ત્યારે સવારે ૧૦:૧૫ કલાકે સેન્સેકસ ૧૪૩ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૭૦૦ અને નિફટી ૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૫૪૪ પોઈન્ટ ના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે. રોકાણકારોએ નવેસરથી લેવાલીનો દૌર શરૂ કરતા આજે દિવસભર તેજી જળવાઈ રહે તેવું લાગી રહ્યું છે.